દિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. 

Updated By: Nov 30, 2019, 04:43 PM IST
દિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. 

સૂત્રોના જણવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓ દ્વારા કરોડો રૂપિયાની ચપેટ લગાવ્યા બાદ આ ઘટના વિશે કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને એમ્સને સૂચિત કરવામાં આવ્યું છે. 

ઘટના થોડા દિવસો પહેલાંની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત એમ્સ વહિવટીતંત્ર અને તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ (Police)ની આર્થિક ગુના શાખાના કોઇ ઉચ્ચ પોલીસ ઓફિસર આ મામલે બોલવા માટે તૈયાર નથી. બીજી તરફ જે ખાતાઓમાં સેંઘ લગાવી છે. તે દેશની સૌથી મોટી સરકાર બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં કહેવામાં આવે છે. સંબંધિત બેન્કે પણ આ મામલે પોતાના સ્તર પર આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે અત્યાર સુધી તપાસમાં બેન્કના હાથમાં કંઇક લાગ્યું નથી.  

દિલ્હી પોલીસના એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ નામ ન છાપવાની શરતે શનિવારે જણાવ્યું કે ''આ સીધેસીધો સાઇબર ક્રાઇમ (cyber crime)નો મામલો છે. 12 કરોડ રૂપિયા એમ્સના જે એકાઉન્ટ ઉપાડવામાં આવ્યા છે. તેમાંથી એક ખાતા એમ્સના નિર્દેશકના નામે અને બીજું ડીનનું નામ કહેવામાં આવી રહ્યું છે. સાઇબર ઠગીની આ સનસનીખેજ ઘટનાને અંજામ ચેક-ક્લોનિંગ દ્વારા આપવામાં આવશે. એમ્સ નિર્દેશકવાળા એકાઉન્ટમાંથી લગભગ સાત કરોડ રૂપિયા અને ડીનના ખાતામાંથીલ અગભગ પાંચ કરોડ રૂપિયા ઉપાડ્યાની વાત સામે આવી છે. 

સૂત્રોના અનુસાર કરોડો રૂપિયાની આ છેતરપિંડી વિશે એમ્સ વહિવટીતંત્રએ કેંદ્વીય સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલેલી ગોપનીય રિપોર્ટમાં સીધેસીધા બેંકને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ ઘટના બાદ ઉતાવળમાં એસબીઆઇએ દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું છે. જોકે સાઇબર ઠગીના આ મામલે એસબીઆઇ, પોલીસ અને સંબંધિત બેન્કએ મૌન સાધી રાખ્યું છે. 

દિલ્હી પોલીસના એક સૂત્રે જણાવ્યું ''એમ્સ વહિવટીતંત્રએ પુરી ઘટનાથી દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાને પણ અધિકૃત રીતે સૂચિત કરી દીધા છે. ઇઓડબ્લ્યૂ પણ તમાસમાં લાગી ગઇ છે. બીજી તરફ એમ્સના વહિવટી સૂત્રોએ જણાવ્યું કે આટલી મોટી છેતરપિંડી બેન્ક કર્મચારીઓની મિલીભગ વિના શક્ય નથી. 

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મામલે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે ત્રણ કરોડ રૂપિયાથી ઉપરની ઠગીના મામલે તપાસ સીધી સીબીઆઇના હવાલે કરી દીધી. હવે એમ્સ વહિવટીતંત્ર અને એસબીઆઇ આ બાબત પર શું વિચાર કરી રહી છે? આ વિશે હાલ જાણકારી સામે આવી નથી.

એમ્સ વહીવટી તંત્રના એક સૂત્રના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલાં પણ એમ્સના બે એકાઉન્ટમાં સેંધ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે પ્રયત્નમાં એસબીઆઇની મુંબઇ અને દેહરાદૂન શાખાઓમાંથી લગભગ 29 કરોડ રૂપિયાની છેતરપિંડીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ તે પ્રયત્નો નિષ્ફળ થઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube