સચિન પાયલટની થઈ 'ઘર વાપસી' પણ આમ છતાં આ એક વાતનું તેમને ખુબ લાગી આવ્યું છે
Trending Photos
જયપુર: રાજસ્થાન વિધાનસભા (Rajasthan) નું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. અશોક ગેહલોત સરકાર પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હાલ તો હટી ગયા છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે (sachin pilot) કોંગ્રેસ પ્રત્યે પોતાની નિષ્ઠા જતાવી છે. તેમણે કહ્યું કે હું જનહિતના મુદ્દા હંમેશા ઉઠાવતો રહીશ. મારા માટે ખુરશી કે પદ કોઈ મહત્વ ધરાવતા નથી.
'નિકમ્મા'વાળા નિવેદનથી દુ:ખી
નોંધનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર આક્રમક હુમલા કરતા કહ્યું હતું કે તે ખુબ જ નક્કમો હતો. તે કોઈ કામ કરતો નહતો. બસ હંમેશા મારી સરકાર પાડવાની કોશિશ કરતો હતો. ગેહલોતના આ શરમજનક નિવેદન પર સચિન પાયલટે કહ્યું કે 'તેનાથી હું ખુબ દુ:ખી થયો છું. હું વ્યક્તિગત રીતે અશોક ગેહલોતનું ખુબ સન્માન કરું છું પરંતુ તેમની આ ટિપ્પણી ખુબ નિરાશાજનક છે.'
#WATCH: I imbibed certain values from my family, no matter how much I oppose anyone, I've never used such language. Ashok Gehlot ji is elder to me & I respect him personally but I have the right to raise work-related concerns: Sachin Pilot on Gehlot's 'nikamma' remark against him pic.twitter.com/mwwiYpBFxO
— ANI (@ANI) August 11, 2020
કોંગ્રેસ હાઈકમાને સંભાળી સ્થિતિ
અત્રે જણાવવાનું કે સચિન પાયલટે સોમવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ તરફથી એક ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જે સચિન પાયલટની તમામ સમસ્યાઓનું સમાધાન કરશે.
જુઓ LIVE TV
આ શરતો પર માન્યા સચિન પાયલટ
સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સચિન પાયલટને અંતિમ બે વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેમને અશોક ગેહલોતની જગ્યાએ મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવી શકે છે. જો કે હાલ સચિન પાયલટને ગેહલોત સરકારમાં કોઈ પદ મળવાની શક્યતા જોવા મળી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે