વડોદરાની MS યુનિવર્સિટી હેડ ઓફિસ પર NSUIનો દેખાવો

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા પહેલા સત્તાધીશો દ્વારા મોક ટેસ્ટ લેવવામાં આવનાર છે જેની તારીખ નક્કી કરી દીધી છે. પરંતુ તારીખ નક્કી કર્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશો વારંવાર તારીખ બદલતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે. જેના પગલે એન એસ યુ આઈ કાર્યકરોએ યુનિવર્સિટી હેડ ઓફિસ પર પહોંચી દેખાવો કર્યા.

Updated By: Aug 11, 2020, 04:05 PM IST
વડોદરાની MS યુનિવર્સિટી હેડ ઓફિસ પર NSUIનો દેખાવો

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા પહેલા સત્તાધીશો દ્વારા મોક ટેસ્ટ લેવવામાં આવનાર છે જેની તારીખ નક્કી કરી દીધી છે. પરંતુ તારીખ નક્કી કર્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશો વારંવાર તારીખ બદલતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે. જેના પગલે એન એસ યુ આઈ કાર્યકરોએ યુનિવર્સિટી હેડ ઓફિસ પર પહોંચી દેખાવો કર્યા.

આ પણ વાંચો:- એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં, વધુ એક ડીન વાયરસથી સંક્રમિત

કાર્યકરોએ સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા સાથે જ જમીન પર બેસી દેખાવો કર્યા એન એસ યુ આઈ કાર્યકરોએ પરીક્ષા વિભાગના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવા માંગ કરી. મહત્વની વાત છે કે યુનિવર્સિટી નું સર્વર હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષા મોકૂફ રાખી દીધી હતી. પરંતુ હજી સુધી ઓનલાઇન પરીક્ષા ની નવી તારીખો યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેર નથી કરી ત્યારે એન એસ યુ આઈ ઓનલાઇન પરીક્ષા ની તારીખો પણ વહેલીતકે જાહેર કરવા માંગ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર