Coronavirus: કેરળમાં મળ્યો બીજો પોઝિટિવ કેસ, ચીનથી 323 ભારતીયો દિલ્હી પહોંચ્યા

આ અગાઉ પહેલો મામલો 30 જાન્યુઆરીના રોજ કેરળના ત્રિશુરમાં સામે આવ્યો હતો. પીડિત વિદ્યાર્થીની ગત અઠવાડિયે જ વુહાન વિશ્વ વિદ્યાલયથી પાછી ફરી હતી.

Coronavirus: કેરળમાં મળ્યો બીજો પોઝિટિવ કેસ, ચીનથી 323 ભારતીયો દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી: નોવેલ કોરોના વાઈરસ (novel coronavirus) ભારતમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાઈરસ ( Coronavirus) નો બીજો પોઝિટિવ કેસ કેરળ (Kerala) માં સામે આવ્યો છે. કહેવાય છે કે દર્દી હાલમાં જ ચીનથી પાછો ફર્યો છે. આ અગાઉ પણ તે ચીન જઈ ચૂક્યો છે. દર્દીને હાલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ડોક્ટરોની ટીમ તેની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નોંધનીય છે કે કોરોના વાઈરસનો પહેલો કેસ પણ કેરળમાં જ સામે આવ્યો હતો. 

આ અગાઉ પહેલો મામલો 30 જાન્યુઆરીના રોજ કેરળના ત્રિશુરમાં સામે આવ્યો હતો. પીડિત વિદ્યાર્થીની ગત અઠવાડિયે જ વુહાન વિશ્વ વિદ્યાલયથી પાછી ફરી હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજીએ શુક્રવારે જાણકારી આપતા કહ્યું હતું કે રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે એક મેડિકલ બોર્ડ બનાવ્યું છે જે આવા કેસોની સમીક્ષા કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ ત્રિશુરમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી. શૈલજાએ કહ્યું હતું કે વિદ્યાર્થીની હાલત સ્થિર છે. સારવારની અસર તેના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. અમે એક મેડિકલ બોર્ડની રચના કરી છે અને દરરોજ સાંજે બુલેટિન બહાર પાડવામાં આવશે. 

જુઓ LIVE TV

ચીનથી આજે 323 નાગરિકોની વતન વાપસીચીનના વુહાનથી 323 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી પહોંચી ગયું છે. વિમાનમાં 7 માલદીવના નાગરિકો પણ સામેલ છે. ભારત સરકારે ચીનથી આવનારા તમામ ભારતીયોને દિલ્હીના છાવલા તથા હરિયાણાના માનેસર કેમ્પમાં રોકવાની વ્યવસ્થા કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ચીનથી પાછા ફરેલા આ તમામ લોકોને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી અન્ય ભારતીયોથી અલગ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારત સરકારના આ નિર્ણય મુજબ ચીનથી પરત ફરેલા ભારતીયોને ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP)ની દિલ્હી બહાર આવેલી છાવલની એક ઈમારત અને હરિયાણાના માનેસરમાં ઈન્ડિયન આર્મ ફોર્સ મેડિકલ સર્વિસિઝના ભવનમાં રખાયા છે. ગઈ કાલે પણ 324 ભારતીય નાગરિકો પરત ફર્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news