SGPGI ના ડાયરેક્ટર ડો. આરકે ધીમાનનું મોટું નિવેદન, 'બ્લેક ફંગસ નામની કોઈ વસ્તું જ નથી'

લખનૌ સ્થિત SGPGI (Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences) ના ડાયરેક્ટર ડોક્ટર રાધા કૃષ્ણ ધીમાને મોટું નિવેદન આપ્યું છે.

SGPGI ના ડાયરેક્ટર ડો. આરકે ધીમાનનું મોટું નિવેદન, 'બ્લેક ફંગસ નામની કોઈ વસ્તું જ નથી'

મયૂર શુક્લા, લખનૌ: દેશમાં હાલ કોરોના વાયરસ બાદ જેની સૌથી વધુ ચર્ચા છે તે છે બ્લેક ફંગસ. અલગ અલગ રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો આખા દેશમાં ગુજરાતમાં તેના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. ગુજરાત, યુપી, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં તેને મહામારી જાહેર કરાઈ છે. હવે તો વ્હાઈટ અને યલો ફંગસના કેસ પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે લખનૌ સ્થિત SGPGI (Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences) ના ડાયરેક્ટર ડોક્ટર રાધા કૃષ્ણ ધીમાને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે બ્લેક ફંગસ જેવી કોઈ પણ ચીજ હોતી નથી. ફંગસ ફક્ત એક કલરની હોય છે અને તે છે વ્હાઈટ. 

કેમ કહેવાય છે બ્લેક ફંગસ?
બ્લેક ફંગસ બીમારીએ ચારેબાજુ હાહાકાર મચાવી રાખ્યો છે. રોજ તેનાથી અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવામાં તમને જ્યારે એવી ખબર પડે કે બ્લેક ફંગસ જેવી કોઈ બીમારી હોતી જ નથી તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જી હા..બિલકુલ સાચી વાત છે. પીજીઆઈના ડાયરેક્ટર આર કે ધીમનનું કહેવું છે કે ફંગસનો ફક્ત સફેદ રંગ હોય છે. તેના કારણે નસોમાં બ્લોકેજ થઈ જાય છે. જેથી તેની આગળનો ભાગ કાળો પડવા લાગે છે. આ કારણસર તેને બ્લેક ફંગસ નામ આપવામાં આવી રહ્યું છે. 

અલગ રંગોથી નામ આપવા ખોટું
ઝી મીડિયા સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં ડોક્ટર ધીમાને આ અંગે અનેક વધુ તથ્યો જણાવ્યાં. તેમણે કહ્યું કે ફંગસ વ્હાઈટ રંગની જ હોય છે. આવામાં તેને અલગ અલગ કલરથી નામ આપવા બિલકુલ ખોટું છે. હવે આ સ્થિતિમાં એવા સવાલ પણ ઉઠે છે કે દેશના જાણીતા ડોક્ટર પણ બ્લેક ફંગસ હોવાની વાત કરી રહ્યા છે. એટલે સુધી કે આ જ નામથી મોટી મોટી હોસ્પિટલોમાં સારવાર પણ ચાલુ છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

ગુજરાતમાં બ્લેક ફંગસનો કાળો કહેર
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે. ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરી આ જાણકારી આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news