શિવસેના ધારાસભ્ય દળની બેઠક આજે, સરકાર બનાવવા અને નહી બનાવવાની સ્થિતિ પર થશે મંથન

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને હજુ પેંચ ફસાયેલો છે. જ્યાં બુધવારે મહારાષ્ટ્ર ભાજપે ફરી એકવાર દેવેંદ્વ ફડણવીસે ધારાસભ્ય દળના નેતા ચૂંટી લીધા છે, તો બીજી તરફ આજે શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય દળની બેઠક આજે યોજાવવાની છે. આ બેઠકમાં ભાજપ સાથે સરકાર બનાવવા અને સરકાર ન બનાવવાની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે.

શિવસેના ધારાસભ્ય દળની બેઠક આજે, સરકાર બનાવવા અને નહી બનાવવાની સ્થિતિ પર થશે મંથન

મુંબઇ: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને હજુ પેંચ ફસાયેલો છે. જ્યાં બુધવારે મહારાષ્ટ્ર ભાજપે ફરી એકવાર દેવેંદ્વ ફડણવીસે ધારાસભ્ય દળના નેતા ચૂંટી લીધા છે, તો બીજી તરફ આજે શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય દળની બેઠક આજે યોજાવવાની છે. આ બેઠકમાં ભાજપ સાથે સરકાર બનાવવા અને સરકાર ન બનાવવાની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે. શિવસેના અધ્યક્ષ બંને જૂથ (તે સરકાર બનાવવા ઇચ્છે છે અને બીજું જૂથ જે 50-50ની માંગ કરી રહ્યું છે) પોતાના મત રજૂ કરશે. આ બેઠકમાં બે નેતાઓને ભાજપ સાથે વાતચીત કરવા માટે અધિકૃત કરવામાં આવશે.

શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં થનાર આ બેઠક શિવસેના ભવનમાં યોજાવવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ધારાસભ્ય દળના નેતા માટે એકનાથ શિંદેનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું માનીએ તો શિવસેનાની આ બેઠકમાં ભાજપની નજર રહેશે અને બેઠકમાં થયેલા ફેંસલા બાદ પોતાની આગળની રણનીતિ નક્કી કરશે. 

થઇ શકે છે કે આજે ભાજપ દ્વારા બે લોકોને શિવસેના સાથે વાતચીત કરવા માટે અધિકૃત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓની આજે બેઠક થશે જેમાં રાજ્યમાં નોન સ્ટોપ ભાજપ સરકાર બનવા પર ચર્ચા થવાના અણસાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news