શ્રાવણ-ભાદરવામાં આર્થિક મંદી રહે છે, શોર મચાવનારા હારની ખીજ કાઢી રહ્યાં છે: સુશીલ મોદી

બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ દેશની ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થા અને મંદીને રૂટિન ગણાવતું વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં આર્થિક મંદી રહે છે. પરંતુ આ વખતે મંદીનો શોર મચાવી રહેલા કેટલાક લોકો ચૂંટણીની હારની ખીજ ઉતારી રહ્યાં છે. 
શ્રાવણ-ભાદરવામાં આર્થિક મંદી રહે છે, શોર મચાવનારા હારની ખીજ કાઢી રહ્યાં છે: સુશીલ મોદી

પટણા: બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ દેશની ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થા અને મંદીને રૂટિન ગણાવતું વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં આર્થિક મંદી રહે છે. પરંતુ આ વખતે મંદીનો શોર મચાવી રહેલા કેટલાક લોકો ચૂંટણીની હારની ખીજ ઉતારી રહ્યાં છે. 

આ સાથે જ તેમણે કહ્યું કે બિહારમાં મંદીની કોઈ ખાસ અસર નથી. આથી વાહનોનું વેચાણ ઘટ્યું નથી. સુશીલ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જલદી ત્રીજુ પેકેજ જાહેર કરવાની છે. 

वैसे तो हर साल सावन-भादो में मंदी रहती है, लेकिन इस बार....... pic.twitter.com/6pu1xkqzWP

— Sushil Kumar Modi (@SushilModi) September 1, 2019

બિહારના નાણા મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા માટે 32 સૂત્રી રાહત પેકેજની જાહેરાત કરી છે અને 10 નાની બેંકોના વિલયની પહેલેથી લેન્ડિંગ કેપેસિટી વધારવા જેવા ઉપાયો કર્યા છે. તેની અસર આગામી ત્રિમાસિકમાં જોવા મળશે. સુશીલ મોદીએ આ વાતો ટ્વીટ કરીને રજુ કરી છે. 

જુઓ LIVE TV

સુશીલ મોદીની આ ટ્વીટ પર લોકોએ પણ ભાત ભાતની પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ કહ્યું કે અર્થશાસ્ત્રની તમારી આ થીયરી અમારી સમજમાં ન આવી. અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ સુશીલ મોદીએ આપેલું એક નિવેદન ખુબ ચર્ચામાં હતું. જેમાં તેમણે અપરાધીઓને પિતૃ પક્ષમાં ક્રાઈમ ન કરવાની અપીલ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news