JK: ઉરીમાં સુરક્ષાદળોને મોટી સફળતા, ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા જૈશના 6 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઘૂસણખોરી કરી રહેલા 6 ફિદાયીન આતંકીઓનો સુરક્ષાદળોના બહાદુર જવાનોએ ખાત્મો બાલાવ્યો છે.

JK: ઉરીમાં સુરક્ષાદળોને મોટી સફળતા, ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા જૈશના 6 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઘૂસણખોરી કરી રહેલા 6 ફિદાયીન આતંકીઓનો સુરક્ષાદળોના બહાદુર જવાનોએ ખાત્મો બાલાવ્યો છે. માર્યા ગયેલા તમામ આતંકીઓ જૈશ એ મોહમ્મદના હોવાનું કહેવાય છે. આ ઓપરેશનને ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો. આતંકીઓ વિરુદ્ધની આ કાર્યવાહી ઉરીના દુલન્જામાં થઈ. અંધારાનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા જૈશના આતંકીઓ અંગે જેવી ભારતીય સુરક્ષાદળોને માહિતી મળી કે તેમણે આતંકીઓને ઘેરી લીધા. પોતાને ફસાયેલા જોઈને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. 

જવાબી કાર્યવાહીમાં ભારતીય સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું તો ત્રણ આતંકીઓ સ્થળ પર જ માર્યા ગયા. જ્યારે એક આતંકી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ચોથા આતંકીને પણ ઠાર કર્યો. ચાર આતંકીઓને માર્યા બાદ પણ સુરક્ષાદળોને એવી આશંકા હતી કે હજુ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. ચાર આતંકીઓને માર્યા બાદ બે વધુ આતંકીઓને આ દરમિયાન ખાત્મો બાલાવવામાં આવ્યો. 

જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી શેષપાલ વૈદ્યે ટ્વિટ કરીને આ અહેવાલની પુષ્ટિ કરી છે. એસપી વૈદ્યે પોાતની ટ્વિટમાં લખ્યું કે ઉરીના દુલન્જામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા જૈશ એ મોહમ્મદના 4 આતંકીઓને રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફે જોઈન્ટ ઓપરેશનમાં ઠાર કર્યા છે. 

— ANI (@ANI) January 15, 2018

અત્રે જણાવવાનું કે 12 જાન્યુઆરીના રોજ એવા અહેવાલો હતાં કે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક બારૂદી સુરંગના વિસ્ફોટમાં એક જવાન ઘાયલ થયો છે. સેનાના અધિકારીના જણાવ્યાં મુજબ જવાન પેટ્રોલિંગ ટુકડીનો હિસ્સો હતો અને બુધવારે 10 તારીખે જ્યારે નિયંત્રણ રેખા નજીક બિછાવેલી બારૂદી સુરંગ પર પગ રાખ્યો તો વિસ્ફોટ થવાથી તે ઘાયલ થઈ ગયો. તેમણે જણાવ્યું કે ઘાયલ જવાનને સેનાના 92 બેઝ હોસ્પિટલ લઈ જવાયો અને હવે હાલત સ્થિર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news