ભારતમાં કોરોના વાયરસઃ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કેસ, અત્યાર સુધી 543 લોકોના મૃત્યુ


દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. સરકારી આંકડા અનુસાર કોરોનાથી પીડિતોની સંખ્યા 17 હજારને પાર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

ભારતમાં કોરોના વાયરસઃ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કેસ, અત્યાર સુધી 543 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધી કુલ 17265  મામલા સામે આવી ચુક્યા છે. આ બીમારીથી 2547 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ જીવલેણ બીમારી દેશમાં અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે 543 લોકોનો જીવ લઈ ચુકી છે. અત્યાર સુધી ક્યાં કેટલા મામલા આવ્યા સામે, જુઓ રાજ્યવાર લિસ્ટ...

  રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 646 42 15
2 આંદામાન નિકોબાર 15 11 0
3 અરુણાચલ પ્રદેશ 1 0 1
4 આસામ 35 17 1
5 બિહાર 93 42 2
6 ચંદીગ. 26 13 0
7 છત્તીસગ. 36 25 0
8 દિલ્હી 2,003 72 45
9 ગોવા 7 7 0
10 ગુજરાત 1,743 105 63
11 હરિયાણા 233 87 3
12 હિમાચલ પ્રદેશ 39 16 1
13 જમ્મુ કાશ્મીર 350 56 5
14 ઝારખંડ 42 0 2
15 કર્ણાટક 390 111 16
16 કેરળ 400 257 3
17 લદાખ 18 14 0
18 મધ્યપ્રદેશ 1,407 127 70
19 મહારાષ્ટ્ર 4,203 507 223
20 મણિપુર 2 1 0
21 મેઘાલય 11 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 68 24 1
24 પુડ્ડુચેરી 7 3 0
25 પંજાબ 219 31 16
26 રાજસ્થાન 1,478 183 14
27 તામિલનાડુ 1,477 411 15
28 તેલંગાણા 844 186 18
29 ત્રિપુરા 2 1 0
30 ઉત્તરાખંડ 44 11 0
31 ઉત્તરપ્રદેશ 1,084 108 17
32 પશ્ચિમ બંગાળ 339 66 12
  કોરોના દર્દીઓની કુલ સ્થિતિ 17,265 2,547 543

સરકારી જાહેર કર્યાં છે હેલ્પલાઇન નંબર
કોરોના સાથે જોડાયેલી જાણકારી આપવા કે લેવા માટે હેલ્પલાઇન નંબર  +91-11-23978046 ફોન કરી શકાય છે. આ સિવાય દરેક રાજ્યએ પોતાની હેલ્પલાઇન જારી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news