Corona Update: કોરોનાને લઇને વધુ એક રાહતના સમાચાર, 24 કલાકમાં 100થી ઓછા મોત

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.06 કરોડ (1,06,11,731) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,016 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર 97.31% છે. 

Corona Update: કોરોનાને લઇને વધુ એક રાહતના સમાચાર, 24 કલાકમાં 100થી ઓછા મોત

નવી દિલ્હી: ભારતમાં 1 ઓક્ટોબર 2020થી કોવિડના દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 92 નોંધાયો છે. 1 ઓક્ટોબર 2020થી દેશમાં મૃત્યુઆંકની સંખ્યામાં સ્પષ્ટપણે એકધારું ઘટાડાનું વલણ નોંધાયું છે. ભારતમાં મૃત્યુદર ઘટીને 1.5%થી ઓછો (1.43%) થઇ ગયો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત છે.

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.06 કરોડ (1,06,11,731) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,016 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર 97.31% છે જે દુનિયામાં સર્વાધિક રિકવરી દર પૈકી એક છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે આજે 1,04,74,164 થઇ ગયો છે. 14 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 કલાક સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓ સહિત રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા 82 લાખનો આંકડો ઓળંગી ગઇ છે.

આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, આજદિન સુધીમાં કુલ 1,72,852 સત્રોનું આયોજન કરીને કુલ 82,63,858 લાભાર્થીને રસી આપવામાં આવી છે. તેમાં 59,84,018 HCW (1લો ડોઝ), 23,628 HCW (2જો ડોઝ) અને 22,56,212 FLW (1લો ડોઝ) સામેલ છે..રસીકરણના 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હોય તેમને બીજા ડોઝના રસીકરણની કાર્યવાહી ગઇકાલથી શરૂ કરવામાં આવી છે.

રસીકરણ કવાયતના 29મા દિવસે (13 ફેબ્રુઆરી 2021) કુલ 2,96,211 લાભાર્થીને રસી આપવામાં આવી છે. આમાંથી 8,071 સત્રોમાં 2,72,583 લાભાર્થીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 23,628 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. દેશમાં કોવિડ વિરોધી રસી લેનારાની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે. કુલ રસી લેનારામાંથી 68.55% લાભાર્થી 10 રાજ્યોમાંથી છે. નવા સાજા થયેલા 81.58% દર્દીઓ 6 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,835 નવા દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1,773 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 482 દર્દી સાજા થયા છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ માત્ર 1.26% રહ્યું છે. ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે ઘટીને 1.37 લાખ (1,37,567) થઇ ગઇ છે. નવા નોંધાયેલા 86.25% કેસ છ રાજ્યોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,471 નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે મહારાષ્ટ્રમાં નવા 3,611 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 477 દર્દી પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલા 78.3% મૃત્યુ 6 રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ (38) નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 જ્યારે તમિલનાડુ અને છત્તીસગઢ પ્રત્યેકમાં વધુ 5 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news