વોટ્સએપના અધિકારીની નિયુક્તિના મામલે SCએ કંપની અને સરકાર પાસેથી માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે સોમવારે આ આદેશ જાહેર કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : મેસેજિંગ એપ વોટ્સએપની પેમેન્ટ સર્વિસ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને કેન્દ્ર સરકાર (કાયદો, આઇટી અને નાણા મંત્રાલય)ને નોટીસ જાહેર કરીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. જસ્ટિર આર.એફ. નરીમાન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના વડપણ હેઠળની પીઠે સોમવારે 'સેન્ટર ફોર અકાઉન્ટેલિબીટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ સંગઠનની અરજી પર સુનાવણી કરીને આ આદેશ જાહેર કર્યો છે.
હકીકતમાં અરજીમાં કેન્દ્ર સરકારને એવો નિર્દેશ આપવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વોટ્સએપ રિઝર્વ બેંકના તમામ નિયમોનું પૂર્ણપણે પાલન કરે ત્યાં સુધી એની પેમેન્ટ સર્વિસ રોકી દેવામાં આવે. આ અરજી 'સેન્ટર ફોર અકાઉન્ટેલિબીટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ સંગઠને દાખલ કરી છે. સંગઠનનું કહેવું છે કેઆ મેસેન્જર કંપની ભારતના અનેક કાયદાઓનું પાલન નથી કરતી. સંગઠન દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેંક ખાતું ખોલવા માટે ગ્રાહકે KYC નિયમોની સાથે રિઝર્વ બેંકના અનેક કાયદાઓનું પાલન કરવું પડે છે. જોકે વોટ્સએપ એક વિદેશી કંપની છે જેનું ભારતમાં કોઈ સર્વર કે ઓફિસ નથી.
આ સંજોગોમાં વોટ્સએપે ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે અહીં ઓફિસ ખોલવી પડશે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપે ભારતમાં એક કમ્પ્લેઇન ઓફિસરની પણ નિયુક્તિ કરવી પડશે જેને ગ્રાહક પોતાની સમસ્યા જણાવી શકે. વોટ્સએપના ભારતમાં 20 કરોડથી વધારે યુઝર છે અને વોટ્સએપ પેમેન્ટ સર્વિસનો 10 લાખ જેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે