વડાપ્રધાન જિદ્દી તો હું પણ તેમની પુત્રી છું : સ્વાતીનાં ઉપવાસનો સાતમો દિવસ

ઉન્નાવ અને કઠુઆમાં થયેલી દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતી  માલીવાલનાં ઉપવાસનો 7મો દિવસ છે

વડાપ્રધાન જિદ્દી તો હું પણ તેમની પુત્રી છું : સ્વાતીનાં ઉપવાસનો સાતમો દિવસ

નવી દિલ્હી : ઉન્નાવ અને કઠુઆમાં બનેલ દુષ્કર્મની ઘટના અંગે દિલ્હી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલનાં ઉપવાસ ગુરૂવારે 7માં દિવસે પણ ચાલી રહ્યા છે. સ્વાતિ માલીવાલ માંગ કરી રહ્યા છે કે, રેપની ઘટનાને અંજામ આપનારાને 6 મહિનાની અંદર સજા આપવામાં આવે. સ્વાતી માલીવાલે ગુરૂવારે કહ્યું કે, મને વિશ્વાસ છે. અમારા ઉપવાસ દેશની પુત્રીઓ માટે છે. તેમમે કહ્યું કે, દેશની સાથે જ ઉપવાસ માટે મારો આત્મવિશ્વાસ વધારી રહ્યા છે. સ્વાતીએ તેમ પણ કહ્યું કે, દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ કોર્ટ બનાવવામાં આવે, જેથી આ પ્રકારનાં લોકોને કડક સજા આપવામાં આવે. 

સ્વાતિ માલીવાલે બળાત્કાર મુદ્દે સંવિધાનનો હવાલો ટાંકતા કહ્યું કે, સંવિધાનનું પાલન કરતા દિલ્હી પોલીસને 20 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે. અત્યાર સુધી 20 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઇ શકે છે તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 6 મહિનાની અંદર સુનવણી કેમ ન થઇ શકે. તેમણે કહ્યું કે અમારા દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની ઉણપ છે. જેનાં કારણે ગુનાખોરો બેખોફ બની ગયા છે અને તેઓ કાયદાથી  નથી ડરી રહ્યા. 

સ્વાતીએ કહ્યું કેકોર્ટ દ્વારા જ્યારે જીનતને પણ ઇન્સાફ મળી શકે છે તો શું ભારત પાકિસ્તાન કરતા પણ ગયેલું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કાંઇ પણ નથી બોલી રહ્યા, હું ઇચ્છું છું કે તેઓ એક્શન લે. વડાપ્રધાન જો જિદ્દી છે તો હું પણ તેમની જ પુત્રી છું. ઉપવાસ કાં તો કાયદા સાથે અથવા તો પછી મારા મોત સાથે પુરા થશે. સ્વાતી માલીવાલે કહ્યું કે, તેમને ફરક નથી પડતો કે મોદીજી વિદેશ યાત્રા પર ગયા છે.મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી વિદેશથી પરત ફર્યા બાદ મારી સાથે મુલાકાત જરૂર કરશે અને વાત કરશે. તેઓ વડાપ્રધાન પરત ફરવાની રાહ જોશે.ો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news