બાંગ્લાદેશે માત્ર 10 ક્રિકેટરોને આપ્યો નેશનલ કોન્ટ્રાક્ટ, પગાર પણ ન વધાર્યો
જે ચાર ખેલાડીઓનો કરાર ન વધારવામાં આવ્યો તેમાં મોસાદેક હુસૈન, શબ્બીર રહમાન, તસ્કિન અહમદ અને કમરૂલ ઇસ્લામ રબ્બી સામેલ છે.
- બીસીબીએ માત્ર 10 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ માટે રિટેન કરવાનો નિર્ણય લીધો
- બાદમાં વધુ ત્રણ ખેલાડીઓનો યાદીમાં સમાવેશ કરાશે
- સૌમ્ય સરકાર અને ઇમરૂલ કાયેસ કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાંથી બહાર
Trending Photos
ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ ગત વર્ષની ટીમના ખરાબ પ્રદર્શન બાદ 6 ખેલાડીઓને રાષ્ટ્રીય કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા છે, જે ખેલાડીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે તેના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. પસંદગીકાર હબીવુલ બશરે જણાવ્યું કે ઓપનિંગ બેટ્સમેન સૌમ્ય સરકાર અને ઇમરૂલ કાયેસ તે ખેલાડીઓમાં સામેલ છે જેને કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
બીસીબીએ બુધવારે મોડી રાત્રે માત્ર 10 ખેલાડીઓનો કરાર કરવાનો નિર્ણય કર્યો, બાદમાં વધુ ત્રણ ખેલાડીઓનો કરાર કરવામાં આવશે. બશરે કહ્યું, કરાર માટે અમે તે ખેલાડીઓને પ્રાથમિકતા આપી છે જે આગામી એક વર્ષમાં નિયમિત રમશે.
તેણે કહ્યું, કેટલાક ખેલાડીઓએ ટીમમાં પોતાનું નિયમિત સ્થાન ગુમાવી દીધું છે. તેઓને એક સંદેશ આપવાની જરૂર હતી. બહાર કરવાનો અર્થ તે નથી કે તેના દરવાજા બંધ થઈ ગયા છે. ભવિષ્યમાં તેમને ચાન્સ મળશે. જે ચાર અન્ય ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે તેમાં મોસાદેક હુસૈન, શબ્બીર રહમાન, તસ્કિન અહમદ અને કમરૂલ ઇસ્લામ રબ્બી સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે