જિમ્નાસ્ટિક ખેલાડીનો ટીમના ડોક્ટર પર આરોપ, ઘણીવાર કર્યું મારૂ યૌન શોષણ
- અમેરિકી ખિલાડીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
- આજીવનકેદની સજા થઈ ચૂકી છે આ પૂર્વ ડોક્ટરને
- નાસર ઘણા ખેલાડીઓની સાથે યૌન શોષણનો દોષિ
Trending Photos
નવી દિલ્હીઃ ઓલંમ્પિકમાં પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી વદુ એક અમેરિકી ખેલાડીએ પોતાની જ ટીમના ડોક્ટર પર યૌન શોષણનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. અમેરિકી જિમ્નાસ્ટિક ખેલાડી મેકાયલા મારોનીએ જિમ્નાસ્ટિક ટીમના પૂર્વ ડોક્ટર લૈરી નાસર પર આ આરોપ લગાવ્યો છે. બુધવારે મારોનીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો. આ જિમ્નાસ્ટિક ખેલાડી 2012માં લંડન ઓલંમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો ભાગ હતી. તેણે વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
મેકાયલા મારોનીએ કહ્યું, આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેના યૌન શોષણની શરૂઆત નાસર સાથેની પ્રથમ મુલાકાતની સાથે થઈ હતી. ત્યારે તેની ઉંમર 13 વર્ષની હતી. આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો હતો. મારોનીએ કહ્યું, તે દરેક સમયે મને જોતો હતો.
લૈરી નાસર આ પહેલા ઘણી મહિલા એથલીટોની સાથે યૌન દુર્વ્યવહારનો દોષિ સાબિત થયો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એનબીસીને આપેલા આ ઈન્ટરવ્યૂ દરમિયાન 22 વર્ષિય મારોનીએ યાદ કરતા કહ્યું, સૌ પ્રથમ વખત તેણે મને કહ્યું કે, તે મારૂ ચેકઅપ કરવા ઈચ્છે છે. આ તેની ખરાબ હરકતોનો પ્રથમ દિવસ હતો. તેણે મને કહ્યું, ઓલંમ્પિકમાં જવા માટે આ પ્રકારની સમજુતી કરવી પડે છે. તેથી આ વિશે તું કોઈને કશું કહીશ નહીં.
મારોનીએ કહ્યું, હું આ વિશે કોઈને કશું જણાવી ન શકી. મને લાગતું હતું કે તે મારી વાત સમજશે નહીં. આ પહેલા અમેરિકી જિમ્નાસ્ટિક ટીમના કોર્ડિનેટર બેલા અને મારથા આ પ્રકારના સ્કેન્ડલનો ખુલાસો કર્યો હતો.
આ પહેલા ગેડી ડગલસ લગાવી ચૂકી છે આવો જ આરોપ
ઓલંમ્પિક ચેમ્પિયન જિમનાસ્ટ ગેબી ડગલસ નસર પર આરોપ લગાવતા કહ્યું કે, તે પણ આ ગ્રુપનો ભાગ હતી, જેના યૌન શોષણનો આરોપ ડોક્ટર પર લાગ્યો છે. ગેબી ડગલસ 2012 ઓલંમ્પિક ઓલરાઉન્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. આ સિવાય તે ત્રણ વખતની ગોલ્ડ મેડાલિસ્ટ છે.
ડગલસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ ખુલાસો કર્યો. તે આ મામલામાં અત્યાર સુધી ચુપ હતી, આ પર તેણે કહ્યું કે, કેટલિક શર્તો સાથે બંધાયેલી હતી. ડગલસે આ સાથે પોતાના આ નિવેદન માટે માફી માંગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે