પ્રવાસીઓ માટે તાજમહેલ જોવું થયું મોંઘું, જાણો કેમ....

વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડ મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યાં છે.

Updated By: Dec 9, 2018, 11:53 PM IST
પ્રવાસીઓ માટે તાજમહેલ જોવું થયું મોંઘું, જાણો કેમ....

નવી દિલ્હી: દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ દુનિયાની સૌથી સુંદર ઇમારત તાજમહેલને જોવાનું હવે મોંઘું થઇ જશે. સોમવાર (10 ડિસેમ્બર 2018)થી તાજમહેલની ટિકિટ મોંઘી થવા જઇ રહી છે. હવે તાજમહેલમાં મકબરો જોવા માટે 200 રૂપિયા વધારે આપવા પડશે. સંપૂર્ણ તાજમહેલ જોવાની ટિકિટ હવે 250 રૂપિયામાં પડશે.

વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડ મેનેજમેન્ટ માટે આ નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવા જઇ રહ્યાં છે. અત્યાર સુધી દેશના પર્યટકો 50 રૂપિયા અને વિદેશી પર્યટકો 1100 રૂપિયામાં તાજમહેલને નિહાળી રહ્યાં હતા, પરંતુ હવે દેશના પર્યટકોને 250 રૂપિયા અને વિદેશી પર્યટકોને 1300  રૂપિયા પ્રતિ ટિકિટ આપવાના રહેશે. 200 રૂપિયાનો આ ચાર્જ શાહજંહા અને મુમતાજની કબરો વાળા મુખ્ય ગુંબજ સુધી જવા માટે નક્કી કરવામાં આવ્યા છે.

વાંચો: રાજસ્થાન: તલાકના મામલે દીયા કુમારીએ કહ્યું- પરિવારના હિતમાં લીધો છે નિર્ણય

35થી 40 હજાર પર્યટકો આવે છે
અત્યાર સુધી ભારતીય પર્યટકોને તાજમહેલની ટિકિટ 50 રૂપિયામાં મળતી હતી. પરંતુ હવે તે મોંઘી થઇ જશે. ટિકિટના વધારેલા ભાવ સોમવારથી લાગુ થઇ જસે. તાજમહેલ જોવા માટે દરરોજ સરેરાશ 35થી 40 હજાર પર્યટકો આવે ચે. પરંતુ વિકેન્ડના સમયે આ સંખ્યા 60થી 70 હજાર સુધી પહોંચી જાય છે. એવામાં વધી રહેલા ભાવની અસર પર્યટકો પર પડી શકે છે.

હાલના નિયમો અંતર્ગત તાજમહેલ જોવા માટે હજુ પર્યટકોની સંખ્યા નક્કી થઇ નથી સાથે જ એકવાર અંદર જવા પર પર્યટક કેટલો સમય વિતાવી શકે છે. પરંતુ પાછલા કેટલાક દિવસોમાં આ વાત પર નિયમ બનાવવાની વાત કરવામાં આવી રહી છે કે તાજમેહલમાં પર્યટકો માટે અંદર આવવાનો સમય નક્કી કરવામાં આવે. જેના અંતર્ગત કહેવામાં આવ્યું છે કે પર્યટકો માટે 3 કલાકનો નિયમ બનાવવામાં આવશે.

વાંચો: PM મોદીની આગળ નમ્યું ચીન: વિવાદ ભૂલી હાથ મિલાવ્યા, સાથે મળી કરશે આ કામ

સુપ્રિમ કોર્ટે તાજમહેલની પરિસ્થિતિ પર કેન્દ્ર તેમજ ઉતર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો
આ પહેલા સુપ્રિમ કોર્ટે તાજમેહલની ઉપેક્ષા માટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારને ઠપકો આપ્યો હતો. આશ્ચર્ય થઇને કહ્યું કે જો યૂનેસ્કો 17મી સદીની આ મુગલ સ્મારકને તેમની વર્લ્ડ હેરિટેજ યાદીથી બહાર કરે તો તમે શું કરશો. જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કહ્યું કે, આ એક વર્લ્ડ હેરિટેજ છે. શું થશે જ્યારે યૂનેસ્કો કહેશે કે તેમણે તાજ મહેલથી વર્લ્ડ હેરિટેજની સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી છે.

અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...