તમિલનાડુમાં સ્થાનિક ચૂંટણીઓમાં DMK એ બાજી મારી, પણ ભાજપનું પ્રદર્શન અત્યંત ચોંકાવનારું

તમિલનાડુમાં સત્તાધારી દ્રવિડ મુનેત્ર કણગમ (DMK) અને તેના સહયોગી પક્ષોએ સ્થાનિક ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવી છે. ડીએમકેએ 12800 થી વધુ વોર્ડ સભ્ય પદોમાંથી બે તૃતિયાંશ જીત મેળવી અને રાજ્યમાં તમામ 21 નગર નિગમોમાં જીત મેળવી છે. 

તમિલનાડુમાં સ્થાનિક ચૂંટણીઓમાં DMK એ બાજી મારી, પણ ભાજપનું પ્રદર્શન અત્યંત ચોંકાવનારું

ચેન્નાઈ: તમિલનાડુમાં સત્તાધારી દ્રવિડ મુનેત્ર કણગમ (DMK) અને તેના સહયોગી પક્ષોએ સ્થાનિક ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવી છે. ડીએમકેએ 12800 થી વધુ વોર્ડ સભ્ય પદોમાંથી બે તૃતિયાંશ જીત મેળવી અને રાજ્યમાં તમામ 21 નગર નિગમોમાં જીત મેળવી છે. 

જનતા દ્રવિડિયન મોડલથી સંતુષ્ટ- સીએમ
ડીએમકે અધ્યક્ષ અને રાજ્યના સીએમ એમ કે સ્ટાલિને કહ્યું કે નગર નિગમ ચૂંટણીઓમાં દ્રમુકની જીત એ વાતનો પુરાવો છે કે લોકો શાસનના દ્વિડિયન મોડલથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે લોકોએ તેમની જીત પર જે ભરોસો દેખાડ્યો છે તેને તેઓ જાળવી રાખવાની પૂરેપૂરી કોશિશ કરશે. તેમણે તેમની પાર્ટી અને સહયોગી પક્ષોને જીત અપાવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. 

મુખ્યમંત્રીએ કહ્યું કે લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પૂર્ણ સમર્પણના કારણે ડીએમકેએ પશ્ચિમી કોંગુ વિસ્તારમાં પણ જીત મેળવી જે અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કણગમ (અન્નાદ્રમુક) નો ગઢ મનાતી હતી. 

ડીએમકેનું ક્લિન સ્વીપ
ડીએમકેએ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન સહિત તમામ 21 નગર નિગમોમાં બહુમત મેળવ્યું છે. જ્યારે તે 138 નગરપાલિકાઓ અને 490 નગર પંચાયતોમાંથી મોટાભાગમાં વિજયી થઈ છે. સત્તાધારી પક્ષે નિગમોમાં 946, નગરપાલિકાઓમાં 2360, અને નગર પંચાયતોમાં 4388 વોર્ડ જીત્યા છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી, (એડપ્પાદી, સલેમ ડિસ્ટ્રિક્ટ) ની સાથે ઓ પનીરસેલ્વમ (પેરિયાકુલમ, થેની ડિસ્ટ્રિક્ટ) સહિત અન્નાદ્રમુખ (AIADMK) ના ગૃહ ક્ષેત્રો પણ સામેલ છે. 

AIADMK ના હાલ
મુખ્ય વિપક્ષી દળ AIADMK 2000થી વધુ વોર્ડ સભ્ય પદો પર જીત નોંધાવીને બીજા નંબરે રહી. પરિણામોની જાહેરાત બાદ AIADMK ના સમન્વયક ઓ પનીરસેલ્વમે કહ્યું કે પાર્ટીએ ચૂંટણીમાં આ પ્રકારની હાર બાદ મોટી જીત મેળવી છે. તેમણે કહ્યું કે ધર્મ જ છેલ્લે જીતશે. તેમણે કહ્યું કે તે દિવસે લોકોની તાકાત જીતશે. અન્નાદ્રમુકના લોકોની ઈચ્છા મુજબ ફરીથી જીત મેળવશે અને ચોક્કસપણે એવું થશે. 

ભાજપે આશ્ચર્યચકિત કર્યા
આ વખતે એકલા હાથે ચૂંટણી લડનારા ભાજપે નગર નિગમોમાં 22, નગર પાલિકાઓમાં 56 અને નગર પંચાયતોમાં 230 બેઠકો મેળવી. જો કે કોઈ પણ સ્થાનિક ચૂંટણીમાં પોતાના દમ પર બહુમત ન મેળવી શક્યો. ભાજપની જીત જો કે અપેક્ષા કરતા નાની છે પરંતુ ઉલ્લેખનીય છે. ભાજપે અમ્મા મક્કલ મુનેત્ર કણગમ, પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે), નામ તમિઝાર કાચી, અને વિજયકાંતના નેતૃત્વવાળી દેસિયા મુરપોક્કુ દ્રવિડ કણગમ (DMDK) કરતા સારું પ્રદર્શન કર્યું. 

કમલ હસનની પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું
અત્રે જણાવવાનું કે અભિનેતા કમલ હસનની મક્કલ નિધિ મય્યમ નગર નિગમો, નગરપાલિકાઓ કે નગર પંચાયતોમાંથીકોઈ સીટ મેળવી શકી નહી. જ્યારે ડીએમકેના સહયોગી કોંગ્રેસે 73 નગર નિગમ સીટ, 151 નગરપાલિકા વોર્ડ અને 368 નગર પંચાયતસીટ જીતી છે. સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાન 19 ફેબ્રુઆરીના રોજ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news