હિન્દુ કિશોરીને ઘરેથી બહાર બોલાવી ગૂમ કરી દીધી, ફરિયાદ નોંધવામાં પોલીસના 'ગલ્લાતલ્લા'

યુપીમાં બાગપત બાદ હવે ઉન્નાવ (Unnao) માં પણ લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે પ્રેમ જાળમાં ફસાવીને એક મુસ્લિમ યુવક 16 વર્ષની હિન્દુ કિશોરીને ભગાડી ગયો. આ ઘટના બાદ પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો. પરંતુ આરોપ છે કે પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી. 
હિન્દુ કિશોરીને ઘરેથી બહાર બોલાવી ગૂમ કરી દીધી, ફરિયાદ નોંધવામાં પોલીસના 'ગલ્લાતલ્લા'

ઉન્નાવ: યુપીમાં બાગપત બાદ હવે ઉન્નાવ (Unnao) માં પણ લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે પ્રેમ જાળમાં ફસાવીને એક મુસ્લિમ યુવક 16 વર્ષની હિન્દુ કિશોરીને ભગાડી ગયો. આ ઘટના બાદ પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો. પરંતુ આરોપ છે કે પોલીસે તેમની ફરિયાદ લેવાની ના પાડી દીધી. 

કિશોરીની માતાએ આરોપ લગાવ્યો કે તેમની પુત્રી કેટલાક દિવસથી પરેશાન હતી. તેને અનીસ નામનો એક છોકરો પરેશાન કરતો હતો. શનિવારે તે છોકરાએ તેમની પુત્રીને ફોન કરીને બોલાવી અને પછી ગૂમ કરી દીધી. પીડિતાની માતાનો આરોપ છે કે જ્યારે તેઓ બાંગરમઉ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા તો પોલીસે આધાર કાર્ડ ન હોવાના કારણે રિપોર્ટ લખવાની ના પાડી દીધી. 

ત્યારબાદ પરિજનોએ એસપી સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટના તેમને જણાવી. ત્યારબાદ એસપીએ આ કેસને ગંભીરતાથી લઈને સંબંધિત પોલીસ સ્ટેશન ઈનચાર્જને ફરિયાદ લેવાનો નિર્દેશ કર્યો. કિશોરીનો હજુ પણ કોઈ અતોપત્તો મળ્યો નથી. જેના કારણે કિશોરીના માતા અને પિતા તથા ભાઈ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. 

હિન્દુ જાગરણ મંચના જિલ્લા પ્રભારી મંત્રી વિમલ દ્વિવેદીએ કહ્યું કે લવ જેહાદની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ યુપીમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે. પરંતુ પોલીસ દર વખતે કેસને હળવાશમાં લઈને મામલો પતાવી દે છે. પોલીસ આ કેસમાં કડકાઈ આચરે તો આવી ઘટનાઓ પર રોક લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news