કોરોનાની સ્થિતિ પર સરકારની ચાંપતી નજર, બૂસ્ટર ડોઝ પર કેન્દ્રીય મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ


સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતીય પ્રવીણ પવારે તે સવાલના જવાબમાં આ વાત કહી, જેમાં પૂછવામાં આવ્યું કે કોરોના મહામારીની ત્રીજી લહેરના ખતરા અને સંભાવનાને ઓછી કરવા માટે શું સરકારે સ્વાસ્થ્ય સુવિધાને મજબૂત કરી છે.

કોરોનાની સ્થિતિ પર સરકારની ચાંપતી નજર, બૂસ્ટર ડોઝ પર કેન્દ્રીય મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ

નવી દિલ્હીઃ સરકારે રાજ્યસભામાં મંગળવારે જણાવ્યું કે દેશમાં કોરોનાની બદલતી સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંક્રમણનો પ્રસાર રોકવા માટે 'પરીક્ષણ-શોધ-સારવાર', કોરોનાથી બચાવનો યોગ્ય વ્યવહાર અને રસીકરણની રણનીતિનું કડક પાલન નક્કી કરવામાં આવી રહ્યું છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે શરીરમાં કોરોના એન્ટીબોડી કેટલા સમય સુધી બની રહે છે તેની જાણકારી મેળવવા હજુ વૈજ્ઞાનિક રિસર્ચ ચાલી રહ્યું છે. 

સંસદના ઉપલા ગૃહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતીય પ્રવીણ પવારે તે સવાલના જવાબમાં આ વાત કહી, જેમાં પૂછવામાં આવ્યું કે કોરોના મહામારીની ત્રીજી લહેરના ખતરા અને સંભાવનાને ઓછી કરવા માટે શું સરકારે સ્વાસ્થ્ય સુવિધાને મજબૂત કરી છે. તેમણે કહ્યું કે, જીનોમિક સ્કિક્વેન્સિંગ અને કોરોનાના બદલતા વેરિએન્ટની જાણકારી મેળવવા માટે ઈન્ડિયા સાર્સ-સીઓવી-2 જીનોમિક સર્વિલાન્સ કંસોર્ટિયમની રચના કરવામાં આવી છે જેમાં દેશના વિભિન્ન ભાગમાં ફેલાયેલી લેબોરેટરીને સામેલ કરવામાં આવી છે. ઓક્સીજનની પણ પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. 

એક અન્ય સવાલના લેખિત જવાબમાં પવારે ગૃહને જણાવ્યું કે, કોરોના એન્ટીબોડી શરીરમાં કેટલા સમય સુધી બની રહે છે તે જાણકારી મેળવવા માટે ભારતની સાથે દુનિયાના ઘણા દેશોમાં રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમના સ્તરે ઘણા સંશોધકો અને રસી ઉત્પાદકો આ એન્ટિબોડીની અવધિ વિશે વૈજ્ઞાનિક પુરાવા શોધી રહ્યા છે. બૂસ્ટર ડોઝના પ્રશ્ન પર તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોનું એક જૂથ તેની જરૂરિયાતનો અભ્યાસ કરી રહ્યું છે.

અન્ય એક પ્રશ્ન પર, પવારે કહ્યું કે 100 કરોડ રસીકરણ હાંસલ કરવાની સિદ્ધિને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના બ્યુરો ઑફ આઉટરીચ અને કમ્યુનિકેશન દ્વારા બેનરો અને પોસ્ટરો દ્વારા 25 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news