VIDEO આ નેતાઓએ સેનાના શૌર્ય સામે ઉઠાવ્યાં હતાં સવાલો, હવે મળ્યો જડબાતોડ જવાબ

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલને પાર સ્થિત આતંકી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈ કરીને આતંકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અનેક આતંકીઓનો ખાત્મો થયો હતો. આ સર્જિકલ સ્ટ્રાઈકના ખુલાસા બાદ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો હતો.

VIDEO આ નેતાઓએ સેનાના શૌર્ય સામે ઉઠાવ્યાં હતાં સવાલો, હવે મળ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલને પાર સ્થિત આતંકી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈ કરીને આતંકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અનેક આતંકીઓનો ખાત્મો થયો હતો. આ સર્જિકલ સ્ટ્રાઈકના ખુલાસા બાદ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો હતો. જો કે દેશના જ કેટલાક નેતાઓએ સેનાના આ શોર્ય સામે સવાલો ઉઠાવ્યાં હતાં અને સર્જિકલ સ્ટ્રાઈકને બનાવટી ગણાવી હતી તથા જો વાસ્તવમાં થઈ હોય તો તેના પુરાવા રજુ કરવા જણાવ્યું હતું. હવે 636 દિવસ બાદ તેનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે જેણે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવીને સેનાના શૌર્ય સામે આંગળી ચિંધી હતી તેમના મોઢા બંધ થઈ ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનાએ કઈ રીતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના 4 ઠેકાણાને નિશાન બનાવ્યાં હતાં. ભારતીય સેનાના પેરા કમાન્ડોઝની 8 ટુકડીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. ભારતીય સેનાની આ સર્જિકલ સ્ટ્રાઈક પર  દેશના નેતાઓ અને પાકિસ્તાન બધાએ સવાલો ઉઠાવ્યાં હતાં.

કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે સ્ટ્રાઈકને નકલી ગણાવી હતી. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતાં. પાકિસ્તાની મીડિયાએ કેજરીવાલના નિવેદનનો ભારત વિરુદ્ધ ખુબ ઉપયોગ પણ કર્યો હતો. યુપીએ શાસનકાળમાં કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂકેલા પી ચિદમ્બરમે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઊભા કર્યાં હતાં. આ નેતાઓ દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં અને રાજકારણમાં જોરદાર હોબાળો મચ્યો હતો. જો કે તે સમયે સરકારે આ વીડિયો જારી કર્યો નહતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક પર ડીજીએમઓના નિવેદન પર ભરોસો કરવો જોઈએ. સરકારનું માનવું હતું કે આ મુદ્દે થઈ રહેલા રાજકારણના કારણે તેમણે એલઓસી પાર સેનાના ઓપરેશનના કોઈ પુરાવા આપવાની જરૂર નથી.

અત્રે જણાવવાનું કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો હવે સામે આવ્યો છે. 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આતંકીઓના લોન્ચિંગ પેડ્સને સેનાએ નષ્ટ કર્યા હતા આતંકીઓના અલગ અલગ વિસ્તારોને પણ નષ્ટ કર્યા હતા.  મહત્વનું છે કે આતંકીઓએ ઉરી સેક્ટરમાં સેના કેમ્પ પર હુમલો કર્યા હતો અને આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 11 દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

ભારતીય સેનાએ જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલની પાર સ્થિત આતંકી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક હુમલો કર્યો જેમાં આતંકવાદીઓને ભારે નુકસાન થયું અને ઘણા આતંકીઓ માર્યા ગયા હતા. આ સર્જિકલ સ્ટ્રાઇકના ખુલાસા બાદ વિશ્વમાં હડકંપ મચી ગયો હતો. આ હુમલાના 636 દિવસ બાદ તેનો સૌથી મોટો પૂરાવો સામે આવ્યો છે. આ હુમલાનો વીડિયો ઝી ન્યૂઝ પાસે છે. અમે તમને આ વીડિયો બતાવશું કે કઈ રીતે ભારતીય સેનાના કમાન્ડોએ પાકિસ્તાની સરહદમાં ઘુસીને આતંકીઓના 4 અલગ અલગ ઠેકાણોને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાના પેરા કમાન્ડોની 8 ટીમોએ આ હુમલાને અંજામ આપ્યો હતો આતંકીઓના અડ્ડાને બરબાદ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેવું જણાવવામાં આવ્યું કે, UAVની મદદથી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો બનાવવામાં આવ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news