એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો: મિઝોરમમાં માત્ર 3 મતથી જીત્યો આ ઉમેદવાર

મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Elections 2018) માં 40 સીટો માટે મતગણતરી પુરી થઇ ગઇ છે. જેમ કે ઇતિહાસ રહ્યો છે કે કોઇપણ પાર્ટી 10 વર્ષથી વધુ સત્તામાં રહી શકી નથી. તે ઇતિહાસને પુનરાવર્તિત કરતાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી છે. મિઝોરમના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ અને સર્છિપ સીટ પરથી પણ હારી ગયા છે. એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.

Updated By: Dec 11, 2018, 06:34 PM IST
એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો: મિઝોરમમાં માત્ર 3 મતથી જીત્યો આ ઉમેદવાર

નવી દિલ્હી : મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Elections 2018) માં 40 સીટો માટે મતગણતરી પુરી થઇ ગઇ છે. જેમ કે ઇતિહાસ રહ્યો છે કે કોઇપણ પાર્ટી 10 વર્ષથી વધુ સત્તામાં રહી શકી નથી. તે ઇતિહાસને પુનરાવર્તિત કરતાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી છે. મિઝોરમના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ અને સર્છિપ સીટ પરથી પણ હારી ગયા છે. એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.

એમએનએફના અધ્યક્ષ જોરામથંગાએ કહ્યું કે અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ એટલા માટે અમારી પ્રાથમિકતા મુખ્ય રીતે ત્રણ વસ્તુઓ પર હશે. સરકાર બનતાં જ દારૂબંધી લાગૂ થશે. રસ્તાઓ સુધારીશું. આ ઉપરાંત સરકારનું પુરૂ ફોકસ સોશિયલ ઇકોનોમિક ડેવલોપમેંટ પ્રોગ્રામ (SEDP) પર રહેશે. તેમણે કહ્યું કે અમે કોઇની સાથે ગઠબંધન કરી રહ્યા નથી, ભલે તે ભાજપ હોય કે પછી બીજી રાજકીય પાર્ટી. અમે નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) અને NDA સહયોગી જરૂર છીએ. પરંતુ MNF કોંગ્રેસ અથવા UPAનો ભાગ નહી બને.

 જો કે આ તમામ વચ્ચે ઉડીને આંખે વળગે તેવા 3 ઉમેદવારો હતા. તે પૈકી પહેલા તુઇવાવલનાં ઉમેદવાર લાલચંદામાં રાલ્ટે હતા. રાલ્ટેએ તુઇવાવલનાં કોંગ્રેસી સીટિંગ ઉમેદવાર આર.એલ પીનામાવીયાને માત્ર 3 મતના માર્જિનથી પરાજીત કર્યા હતા. જ્યારે લુંગાઇ ઇસ્ટનાં ઉમેદવાર લાવમાંવાવમાં ટોચાંગ કોંગ્રેસનાં ધારાસભ્યને 72 મતથી હરાવીને જીત મેળવી હતી. જ્યારે ત્રીજા ઉમેદવાર લુંગેઇ પશ્ચિમ સીટ પરથી સી.લાલરિંગસાંગાએ જીત પ્રાપ્ત કરી હતી. તેઓ પણ માત્ર 77 મતથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ રીતે 100થી પણ ઓછા મતથી વિજય પ્રાપ્ત કરનાર 3 ઉમેદવારો હતા. જ્યારે 1000થી ઓછા માર્જીનથી જીતનારા ઉમેદવારો 15 હતા. જ્યારે અન્ય ઉમેદવારો 1000થી વધારેના માર્જીનથી જીત પ્રાપ્ત કરી હતી.