તામિલનાડુ: 2 વર્ષનો માસૂમ આખરે જિંદગીની જંગ હાર્યો, બોરવેલમાંથી મૃતદેહ સ્વરૂપે બહાર આવ્યો

તામિલનાડુના તિરુચિરાપલ્પી જિલ્લાના એક ગામમાં ઊંડા બોરવેલમાં પડી ગયેલો બે વર્ષનો માસૂમ બાળક સુજીત વિલ્સન આખરે જિંદગીની જંગ હારી ગયો. અનેક દુઆઓ અને મહેનત બાદ પણ તેને બચાવવામાં સફળતા મળી નહીં. લગભગ 3 દિવસ બાદ બોરેવેલમાંથી સુજીતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. જે ખુબ ખરાબ સ્થિતિમાં હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ સુજીતની સલામતી માટે દુઆઓ કરી હતી. પરંતુ સુજીતને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી નહીં. 

તામિલનાડુ: 2 વર્ષનો માસૂમ આખરે જિંદગીની જંગ હાર્યો, બોરવેલમાંથી મૃતદેહ સ્વરૂપે બહાર આવ્યો

ચેન્નાઈ: તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના એક ગામમાં ઊંડા બોરવેલમાં પડી ગયેલો બે વર્ષનો માસૂમ બાળક સુજીત વિલ્સન આખરે જિંદગીની જંગ હારી ગયો. અનેક દુઆઓ અને મહેનત બાદ પણ તેને બચાવવામાં સફળતા મળી નહીં. લગભગ 3 દિવસ બાદ બોરેવેલમાંથી સુજીતનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. જે ખુબ ખરાબ સ્થિતિમાં હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટી હસ્તીઓએ સુજીતની સલામતી માટે દુઆઓ કરી હતી. પરંતુ સુજીતને બોરવેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી નહીં. 

— ANI (@ANI) October 28, 2019

રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન સચિવ જે. રાધાકૃષ્ણને મંગળવારે જણાવ્યું કે સુજીતનો મૃતદેહ ઘણી ખરાબ હાલતમાં મળ્યો છે. તેને જીવતો બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં. જે બોરવેલમાં બાળક પડ્યો હતો હતો તેમાંથી સડવાની વાસ આવવા લાગી હતી. તેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. 

— ANI (@ANI) October 29, 2019

આ અગાઉ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ઈ પલાનિસામીને બાળકને બચાવવા માટે થઈ રહેલા પ્રયત્નોની જાણકારી પણ લીધી હતી. તેમણે આ અંગે ટ્વીટ કરતા કહ્યું હતું કે મારી દુઆઓ બહાદુર સુજીત વિલ્સન સાથે છે. સુજીતને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાન અંગે મુખ્યમંત્રી ઈ પલાનિસામી સાથે મારી વાત થઈ છે. તે સુરક્ષિત રહે તેના તમામ શક્ય પ્રયત્નો થઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સુજીત વિલસન નામનો આ બાળક શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગે બોરવેલમાં પડ્યો. તે સમયે 30 ફૂટ સુધી જઈને અટકી ગયો પરંતુ ત્યારબાદ બાળક નીચે ઉતરતો ગયો અને લગભગ 100 ફૂટ ઊંડે અટકી ગયો. બોરવેલ નકામો થઈ ગયા પછી તેને ખુલ્લો છોડી દેવાયો હતો. ફાયર વિભાગ અને અન્ય લોકો દ્વારા શુક્રવાર સાંજથી જ બાળકને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news