TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વાઇસ ચેરમેન તરફ ફેંકી હતી રૂલ બુક

તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં મતદાતા ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડાવા સંબંધિત ચૂંટણી પદ્ધતિ (સુધારા) બિલ 2021 પસાર કરવા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષે ખુબ હંગામો કર્યો હતો. 

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વાઇસ ચેરમેન તરફ ફેંકી હતી રૂલ બુક

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ ડેરેક ઓ બ્રાયનને મંગળવારે સ્પીકરની ખુરશી તરફ 'રૂલ બુક' ફેંક્યા બાદ શિયાળુ સત્રના બાકી સત્રમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે ગૃહમાં ચૂંટણી સુધાર બિલ પસાર કરવા દરમિયાન રૂલ બુક ફેંકી હતી. 

સસ્પેન્ડ કરાયા બાદ ટીએમસી સાંસદે ટ્વીટ કરી કહ્યુ- પાછલી વખતે જ્યારે હું રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયો હતો ત્યારે સરકાર કિસાન કાયદો થોપી રહી હતી. ત્યારબાદ શું થયું આપણે જાણીએ છીએ. સંસદની મજાક ઉડાવતા ભાજપ અને ઈલેક્ટોરલ લૉ બિલ 2021 થોપવાનાના વિરોધમાં આજે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આશા છે કે આ બિલ પણ જલદી રદ્દ થઈ જશે. 

— ANI (@ANI) December 21, 2021

તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં મતદાતા ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડાવા સંબંધિત ચૂંટણી પદ્ધતિ (સુધારા) બિલ 2021 પસાર કરવા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષે ખુબ હંગામો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને મહાસચિવના ટેબલ પર રૂલ બુક ફેંકી હતી. ગૃહમાં વચ્ચે હંગામા દરમિયાન માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના જોન બ્રિટ્સે બિલમાં આપવામાં આવેલા સંશોધનોને લઈને મત વિભાજનની માંગ કરી તો ઉપ સભાપતિ હરિવંશે કહ્યુ કે, નિયમ હેઠળ તમામ સભ્યોએ પોતાના સ્થાન પર બેસી જવુ જોઈએ ત્યારબાદ તેની માંગ પૂરી થઈ શકે છે. 

બ્રિટ્સે કહ્યુ કે, ગૃહમાં વ્યવસ્થા બનાવવી ચેરમેનની જવાબદારી છે અને તેમને આ બિલ પર મત વિભાજન જોઈએ. તેમની આ માંગનું સમર્થન વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કર્યુ અને કહ્યુ કે, સભાપતિએ પહેલા મત વિભાજન બોલવુ જોઈએ. ત્યારબાદ બધા સભ્યો પોતાની જગ્યાએ બેસી જશે. 

હરિવંશે કહ્યુ કે, વિપક્ષી સભ્યો મત વિભાજન ઈચ્છતા નથી અને તેમણે ગૃહની કાર્યવાહી આગળ વધારી દીધી હતી. તેનો વિરોધ કરતા કોંગ્રેસ સહિત વિપક્ષ ગૃહની કાર્યવાહીનો બાયકોટ કરતા બહાર જતા રહ્યા હતા. તો ટીએમસી સભ્ય અને બ્રિટ્સ ગૃહમાં રહ્યા અને હોબાળો કરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news