VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત રીતે એક મહિલા સહકર્મીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રવિવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યાં. 

VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત રીતે એક મહિલા સહકર્મીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રવિવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યાં. 

ઉજ્જૈન જિલ્લા કલેક્ટર શશાંક મિશ્રાએ જણાવ્યું કે કિસ (ચુંબન) કરવાનો જે મામલો સામે આવ્યો છે, તે કોઈ અધિકારી માટે યોગ્ય નથી. આ મામલાની ગંભીરતાને જોતા મેં જિલ્લા હોસ્પિટલમાં પદભાર સંભાળતા સિવિલ સર્જન ડો. રાજુ નિદારિયાને પદ પરથી હટાવ્યાં છે. તેમણે કહ્યું કે તેમના સ્થાને ડો. પી એન વર્માને નિયુક્ત કરવામાં આવ્યાં છે. 

મિશ્રાએ જણાવ્યું કે મેં નિદારિયાને નોટિસ પકડાવી દીધી છે. તેઓ છેલ્લા બે દિવસથી રજા પર છે. તેમનો જવાબ આવ્યા બાદ આ મામલે આગળ કાર્યવાહી કરીશ. જિલ્લાના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (સીએમએચઓ) ડો. મોહન માલવિયે કહ્યું કે સંભાગીય આયુક્ત આ ઘટનાની તપાસના આદેશ આપશે. 

— Neeraj (@neerajournalist) January 13, 2019

સૂત્રોના જણાવ્યાં મુજબ આ વીડિયોમાં જે મહિલા જોવા મળી રહી છે તે નર્સ તરીકે કામ કરે છે. એવું જણાય છે કે આ વીડિયો જિલ્લા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે. 

માલવિયને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો કે શું આ વીડિયો ઓપરેશન થિયેટરમાં બનાવવામાં આવ્યો છે તો તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે આ સંબંધમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. 

(ઈનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news