JNU નારેબાજી: 3વર્ષની તપાસ બાદ કનૈયા કુમાર સહિત 10 નામનો સમાવેશ
Trending Photos
નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આશરે ત્રણ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીની તપાસ પુર્ણ થઇ ચુકી છે અને ઝડપથી સ્પેશ્યલ સેલ આ મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સ્પેશ્યલ સેલે આ અંગે દિલ્હી પોલીસ અને કમિશ્નર અને અભિયોજન તરફથી જરૂરી નિર્દેશ લેવાયા છે. ચાર્જશીટમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, સૈયદ ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકોનાં નામનો સમાવેશ થાય છે.
એક ચેનલ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર જે અન્ય વિદ્યાર્થીઓનાં નામનો તેમાં સમાવેશ થાય છે તેમાં મોટા ભાગનાં કાશ્મીરનાં વિદ્યાર્થીઓ છે. આકીબ હુસૈન, મુજીબ, મુનીબ, ઉમર ગુલ, રઇસ, રસુલ, બશરત, ખાલિદ બશીર ભટ છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે ચાર્જશીટ પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવી શકે છે.
તપાસ અનુસાર કનૈયાએ 9 ફેબ્રુઆરીની સાજે પ્રદર્શનકર્તાઓનું નેતૃત્વ કર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જેએનયુ કેમ્પસમાં આવી કોઇ પણ ગતિવિધિ માટે લેવામાં આવતી અનુમતીની પ્રક્રિયા પણ પુર્ણ કરવામાં નહોતી આવી. આ પ્રદર્શનકર્તાઓને અટકાવવામાં આવ્યા અને તેમને જણાવવામાં આવ્યું કે, એવા કોઇ પણ કાર્યક્રમ કરવા માટે તેની પાસે અનુમતી નથી.
ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે, એવું થવા અંગે તેમને કનૈયા કુમાર આગળ આવે અને અને સુરક્ષા અધિકારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ત્યાર બાદ ટોળામાં હાજર રહેલા લોકોએ નારેબાજી ચાલુ કરી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે