ભુખથી તડપતી 3 પુત્રીઓ સાથે પિતાએ જે કર્યું તે જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

આર્યા અને રૂદ્રપ્રતાપે ઝેર થુકી દીધું અને બહાર ભાગી જતા બંન્નેનો જીવ બચી ગયો હતો, જો કે બાકીનો પરિવાર મોતને ભેટ્યો

ભુખથી તડપતી 3 પુત્રીઓ સાથે પિતાએ જે કર્યું તે જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

દેહરાદુન : ઉતરાખંડનાં ઉધમસિંહ નગર જિલ્લામાં એક બેરોજગાર વ્યક્તિએ પોતાની પત્ની અને બે પુત્રીઓને ઝેર ખવડાવીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. કુંડા ક્ષેત્રમાં થયેલી આ હૃદયદ્રાવક ઘટનામાં 33 વર્ષીય અંશુમાન સિંહ બે અન્ય બાળકો બચી ગયા. ઔદ્યોગિક શહેર કાશીપુરમાં બેરોજગારી અને દેવાદારો દ્વારા સતત કરાતા દબાણનાં કારણે તેઓ પરેશાન થઇ ગયા છે. 

મળતી માહિતી અનુસાર સિંહનાં ઘરે કાલે કંઇ જ ખાવા માટે નહોતી.ત્યાર બાદ તે બહારથી નાણાની વ્યવસ્થા કરવાનું કહીને નિકળ્યા હતા. બપોરે પરત આવ્યા બાદ તેણે પોતાની પત્ની સરિતા (30), મોટી પુત્રી દિવ્યાંશી (15), નાની પુત્રી હિમાંશી(14) અને સૌથી નાની પુત્રી આર્યા (10) અને પુત્ર રૂદ્રપ્રતાપ (13)ને પરાણે ઝેર ખવડાવ્યા બાદ પોતે પણ ઝેર ખાઇ લીધું હતું. 

જો કે આર્યા અને રુદ્રપ્રતાપે ઝેર થુકી દીધું હતું અને બહાર ભાગી ગયા હતા. બહાર જઇને તેમને ઘટના અંગેની માહિતી મકાન માલિકને આપી હતી. જો કે મકાન માલિક ઘટના સ્થળે પહોંચે ત્યા સુધી અંશુમાન સિંહ અને દિવ્યાંશીનો મોત થઇ ચુક્યું હતું. સરિતા અને હિમાંશીની પરિસ્થિતી ખુબ જ ગંભીર હતી. બંનન્ને મકાન માલિકોએ સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા જ્યાં સારવાર દરમિયાન શનિવારે સવારે તેનું પણ મોત નિપજ્યું હતું. 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સિંહ બેરોજગાર હતો અને કાશીપુર ખાતે સૂર્યારોશનીમાં કામ કરતી સરિતાની નોકરી પણ તેણે થોડા દિવસો પહેલા છોડાવી દીધી હતી જેનાં કારણે ઘરની પરિસ્થિતી ખુબ જ ખરાબ થઇ ચુકી હતી. દેવાદારો રોજ પોતાની બાકી રકમ વસુલવા માટે તેના પર દબાણ કરતા હતા. અંશુમાન સિંહ મુળ રીતે ઉત્તરપ્રદેશનાં કાનપુરના રહેવાસી હતા અને ત્યાંથી પણ તેણે ઘણા લોકો પાસેથી દેવુ લીધેલું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news