SSC, બેકિંગ અને રેલવે માટે આપવી નહી પડે અલગ-અલગ પરીક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ બુધવારે કહ્યું કે આજે કેબિનેટની બેઠક થઇ જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. 

SSC, બેકિંગ અને રેલવે માટે આપવી નહી પડે અલગ-અલગ પરીક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી

નવી દિલ્હી: યુવાનો માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીને મંજૂરી આપી દીધી છે. જેથી દેશના કરોડો યુવાનોને ફાયદો મળશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ બુધવારે કહ્યું કે આજે કેબિનેટની બેઠક થઇ જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું કે નોકરી માટે યુવાઓને ઘણી બધી પરીક્ષા આપવી પડે છે, આ બધુ સમાપ્ત કરવા માટે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ એજન્સીની સ્થાપના કરવામા આવશે. તેમણે કહ્યું કે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ સંસ્થા કોમ એલિજિબિટી ટેસ્ટ લેશે જેનો કરોડો યુવાનોને ફાયદો મળશે. તેમણે કહ્યું કે હવે એક પરીક્ષા થશે તેમની તકલીફ દૂર થશે અને આગળ જવાની તક મળશે. 

— ANI (@ANI) August 19, 2020

પ્રકાશ જાવડેકરે કહ્યું કે રેલવે, બેકિંગ અને એસએસસીની પ્રાથમિક પરીક્ષા માટે અલગ-અલગ પરીક્ષા આપવાની જરૂર નહી પડે. આ ત્રણેય માટે એક એજન્સી બનાવવામાં આવશે. એક જ અરજી, એક જ શુલ્ક, એક જ પરીક્ષા હશે. આ પરીક્ષાનો સ્કોર ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. અત્યાર સુધી બે ભાષાઓમા6 જ પરીક્ષા આપવાની પરવાનગી હતી, પરંતુ તેના દ્વારા પરીક્ષાઓને 12 ભાષાઓમાં પરીક્ષા આપી શકે છે. 

તેમણે કહ્યું કે અત્યારે નેશનલ રિક્રૂટમેન્ટ ઇન્સ્ટીટ્યુટ એજન્સી ફક્ત ત્રણ સંસ્થાઓ માટે પરીક્ષા લેશે, પરંતુ ભવિષ્યમાં તમામ કેન્દ્રીય સંસ્થાઓની પરીક્ષા આ જ એજન્સી લેશે. આ ત્રણે સંસ્થાઓમાં લગભગ અઢી કરોડ વિદ્યાર્થી ભાગ લે છે. 

— ANI (@ANI) August 19, 2020

સરકારના સચિવ સી. ચંદ્રમૌલીએ કહ્યું કે કેન્દ્રીય સરકારમાં લગભગ 20થી વધુ ભરતી એજન્સીઓ છે. અત્યારે અમે ફફ્ક્ત ત્રણ એજન્સીઓની પરીક્ષા કોમન કરી રહ્યા છીએ, સમય સાથે અમે તમામ ભરતીઓ એજન્સીઓ માટે કોમન એલિજિબિટી ટેસ્ટ કરશે. 

આ ઉપરાંત 6 એરપોર્ટના મેનેજમેન્ટ અને ઓપરેશન પ્રાઇવેટ પ્લેયરને આપ્યું છે. તેનાથી યાત્રીઓને સારી સુવિધાઓ મળશે. તેમણે કહ્યું કે જયપુર, ગુવાહાટી અને તિરૂવંતપુરમને ભાડા પર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો, તેનાથી જે પણ ફાયદો થશે તેનાથી નાના એરપોર્ટોના વિકાસમાં લાભ મળશે.

ખેડૂતોને મળશે શેરડીનો વધુ ભાવ
ગત વર્ષ ખરીદ ભાવમાં વધારો ન થવાના કારણે શેરડીના ખેડૂતો ખુબ નારાજ થયા હતાં. પરંતુ આ વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ખેડૂતોને તેમના શેરડીના પાક પર 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે. અત્રે જણાવવાનું કે FRP ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના તરફથી ખેડૂતો માટે શેરડીના ભાવ નક્કી કરે છે. જેને SAP (State Advised Price) કહે છે. ગત વર્ષ 2019-20 માટે ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના SAP 325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા હતાં. 

સુગર મીલોની મુશ્કેલીઓ વધશે
કેબિનેટ દ્વારા FRP વધારવાના નિર્ણયથી ખેડૂતોનું ચોક્કસપણે ભલુ થશે પરંતુ તેનાથી સુગર મીલોને ઝટકો લાગ્યો છે. કારણ કે શેરડીના ખેડૂતોના લગભગ 20 હજાર કરોડ રૂપિયા સુગર મીલો પર બાકી લેણા છે. આવામાં FRP વધારવાનો કેટલો ફાયદો ખેડૂતોને મળશે તે કહેવું મુશ્કેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news