આતંકવાદ વિરુદ્ધ સરકારની મોટી જીત, UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પસાર

Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું.

આતંકવાદ વિરુદ્ધ સરકારની મોટી જીત, UAPA સંશોધન બિલ રાજ્યસભામાં પસાર

નવી દિલ્હી: Unlawful Activities Prevention Act એટલે કે UAPA બિલ 2019 ખુબ ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. વોટિંગ પ્રસ્તાવમાં આ બિલના પક્ષમાં 147 મત પડ્યાં જ્યારે વિરોધમાં માત્ર 42 મત જ પડ્યાં. આ અગાઉ કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહે વ્યક્તિને આતંકી જાહેર કરવાને લઈને સરકારની ઈચ્છા પર સવાલ ઊભા કર્યા હતાં. ચિદમ્બરમે કહ્યું કે સંગઠનને પહેલેથી આતંકી જાહેર કરાઈ રહ્યું છે. આવામાં વ્યક્તિને આતંકી જાહેર કરવાની શું જરૂર છે. જવાબ આપવા માટે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ ઊભા થયા તો તેમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે તે કેમ જરૂરી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસની ગત સરકારો ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. 

અત્રે જણાવવાનું કે પાસ થયેલા આ બિલમાં આતંક સાથે સંબંધ હોવા પર સંગઠન ઉપરાંત કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ સામેલ છે. બિલને લોકસભામાં મંજૂરી મળી ગયેલી છે. આ અગાઉ આજે રાજ્યસભામાં વિપક્ષી દળો તરફથી આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ ઉડી ગયો હતો. પ્રસ્તાવના પક્ષમાં 85 અને વિપક્ષમાં 104 મતો પડ્યા હતાં. 

આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવાની જોગવાઈ છે. આ ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે કાયદાનો દુરઉપયોગનો કોંગ્રેસી ઈતિહાસ બધા જાણે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નબળા કાયદાના કારણે દેશદ્રોહીઓને સજા મળી નથી. તેમણે કહ્યું કે  કોંગ્રેસ તેના દૂરઉપયોગની વાત ન કરે કારણ કે ઈમરજન્સીમાં શું થયું? જરા તમારા ભૂતકાળમાં જોઈ લો. 

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની દલીલો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલમાં જ ચૂંટણી હારીને આવ્યાં છે તો તેમનો ગુસ્સો સ્વાભાવિક છે. મણે કહ્યું કે સમજોતા એક્સપ્રેસમાં આરોપી પકડાયા. ત્યારબાદ છોડી મૂકાયા. ધર્મ વિશેષ અને નકલી મામલો બનાવીને એક ધર્મ વિશેષ લોકોને ટારગેટ કરીને પકડવામાં આવ્યાં. કારણ કે ચૂંટણી નજીક હતી. 

જુઓ LIVE TV

શાહે યાસીન ભટકલનું આપ્યું ઉદાહરણ
ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ઈન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી યાસીન ભટકલ 2009થી અનેક મામલાઓમાં વોન્ટેડ હતો. કોલકાતા પોલીસે તેને પકડ્યો. તેણે પોતાનું નામ નકલી બતાવ્યું. તે સમયે પોલીસ પાસે તેના ચહેરાની ઓળખ કે નિશાન હતું નહીં અને આખરે તેને છોડી દેવાયો. યાસીન ત્યાંથી નીકળી ગયો. શાહે કહ્યું કે જો 2009માં તેને આતંકી જાહેર કરવામાં આવ્યો હોત તો દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં તેની ફોટો અને ફિંગર પ્રિન્ટ હોત અને તે ભાગી શક્યો ન હોત. 

સંસ્થા પર પ્રતિબંધ લાગે તો બની જાય છે બીજુ સંગઠન-શાહ
શાહે જણાવ્યું કે આતંકવાદ વિરુદ્ધ NIA જે કેસ દાખલ કરે છે તે ખુબ જટિલ હોય છે. તેમાં સાક્ષી મળવાની સંભાવના ઓછી હોય છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મામલા હોય છે. તેમણે કહ્યું કે સંસ્થા વ્યક્તિથી બનતી હોય છે. તેના પર પ્રતિબંધ લાગે તો તેઓ બીજી સંસ્થા બનાવી લેતા હોય છે. પ્રતિબંધ લગાવવામાં, પ્રુફ ભેગા કરવામાં 2 વર્ષ નીકળી જાય છે. ત્યાં સુધીમાં તેઓ વિચારધારા ફેલાવતા રહે છે અને ઘટનાઓને અંજામ આપતા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news