હાર્દિક પટેલનો દારૂના ગ્લાસ સાથે ફોટો થયો વાયરલ

ગઈકાલે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વયક્તિઓની હાલત લથડી હતી. ત્યારબાદ પોલીસે પણ અનેક જગ્યાએ રેડ પાડી હતી. તો આજે સવારથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. 

હાર્દિક પટેલનો દારૂના ગ્લાસ સાથે ફોટો થયો વાયરલ

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વયક્તિઓની હાલત લથડી હતી. ત્યારબાદ પોલીસે પણ અનેક જગ્યાએ રેડ પાડી હતી. તો આજે સવારથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. 

અમદાવાદના લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે.સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપો મારવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ત્યારે ગુજરાતમાં ચાલી રહેલા લઠ્ઠાકાંડ દરમિયાન કેતન પટેલે હાર્દિક પટેલનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટા પર કેતને પટેલ લખ્યું છે કે 'દારૂના અડ્ડાઓ પર રેડ કરવાનું કહેનાર ખુદ..' હાલમાં પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે એક સમયે હાર્દિક નજીક ગણાતા મિત્રો હતા તે હાલ તેના જ દુશ્મન બની ગયા છે. કેતન પટેલ એક સમયે હાર્દિક પટેલના નજીકના ગણાતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news