UP: કસ્ટડીમાં યુવકનું મોત, પોલીસ કહ્યું- નળને લટકીને કરી આત્મહત્યા, કોર્ટે કહ્યું નળની ઉંચાઇ શું છે?

ઉત્તર પ્રદેશ (Uttar Pradessh) ના કાસગંજમાં પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય વ્યક્તિનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે. પોલીસનું કહેવું છે કે યુવકે મંગળવારે રાત્રે કથિત રીતે આત્મહત્યા કરી લીધી, તો બીજી તર પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે.

UP: કસ્ટડીમાં યુવકનું મોત, પોલીસ કહ્યું- નળને લટકીને કરી આત્મહત્યા, કોર્ટે કહ્યું નળની ઉંચાઇ શું છે?

કાસગંજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradessh) ના કાસગંજમાં પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય વ્યક્તિનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું છે. પોલીસનું કહેવું છે કે યુવકે મંગળવારે રાત્રે કથિત રીતે આત્મહત્યા કરી લીધી, તો બીજી તર પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે. આ મામલે 5 પોલીસકર્મીઓને સસ્પેંડ કરી દીધા છે. 

પોલીસનો દાવો
મંગળવારે સવારે અલ્તાફના નામના એક વ્યક્તિએ એક છોકરીના અપહરણ અને બળજબરી પૂર્વક લગ્નના મુદ્દે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. કાસગંજના પોલીસ અધિકારી રોહન પ્રમોદ બોત્રેએ દાવો કર્યો કે તે વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ટોયલેટનો ઉપયોગ કરવા માટે કહ્યું પરંતુ થોડીવાર પછી જ્યારે તે પરત ફર્યો નહી તો પોલીસકર્મી ટોયલેટની અંદર ગયા. બોત્રેએ કહ્યું કે તેણે એક કાળું જેકેટ પહેર્યું હતું અને એવું લાગતું હતું કે તેણે જેકેટના હૂડ સાથે જોડાયેલી સ્ટ્રિંગને વોશરૂમમાં એક નળ સાથે જોડી દીધી અને ગળે ટૂંપો ખાવાનો પ્રયત્ન કર્યો. તેને બેભાન અવસ્થામાં લઇ જવામાં આવ્યો જ્યાં 5-10 મિનિટની અંદર તેનું મોત થઇ ગયું. 

નળ સાથે કેવી રીતે લટકી શકે કોઇ?
એક નિવેદન અનુસાર કેસમાં સસ્પેંડ કરવામાં આવેલા 5 પોલીસકર્મીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન અલ્તાફના પિતા ચાંદ મિયાએ કહ્યું 'હું મારા પુત્રને પોલીસને હવાલે કરી દીધો પરંતુ મને લાગે છે કે મારા પુત્રને મારવામાં આવ્યો છે. એક અન્ય સંબંધીએ પ્રશ્ન કર્યો કે કોઇ વ્યક્તિ પાણીના નળ સાથે કેવી રીતે લટકી શકો છો. મૃતકની લંબાઇ શું છે અને નળની ઉંચાઇ શું છે?

સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે દેશના તમામ પોલીસ સ્ટેશનો અને સીબીઆઇ, રાષ્ટ્રીય તપાસ એજન્સી અને ઇડી સહિત તપાસ એજન્સીઓને નાઇટ વિઝન અને ઓડિયો રેકોર્ડિંગ સાથે સીસીટીવી કેમેરા લગાવવા પડશે. કોર્ટે કહ્યું હતું કે રાજ્યોને તમામ પોલીસ સ્ટેશનોમાં ઓડિયોવાળા કેમેરા લગાવવા પડશે આજે પણ ઘણા પોલીસ સ્ટેશનોમાં નથી, તેના લીધે આવી ઘટનાઓ થતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news