લો બોલો...SDM એ રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલ્યું સમન, કોર્ટમાં હાજર થવા ફરમાન કરાતા હડકંપ મચ્યો
Anandiben Patel: ઉત્તર પ્રદેશના બદાયુમાં SDM એ રાજ્યપાલના નામે સમન જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો. જેવા આ આદેશની કોપી વાયરલ થઈ કે હડકંપ મચી ગયો. જેના પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી પણ ઈશ્યું કરાઈ છે.
Trending Photos
ઉત્તર પ્રદેશના બદાયુમાં SDM એ રાજ્યપાલના નામે સમન જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો. જેવા આ આદેશની કોપી વાયરલ થઈ કે હડકંપ મચી ગયો. જેના પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી પણ ઈશ્યું કરાઈ છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે બંધારણની કલમ 361 મુજબ બંધારણીય પદ પર બિરાજમાન વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન કે નોટિસ મોકલી શકાય નહીં. આમ છતાં એસડીએમએ વિધિ-વ્યવસ્થાઓને નજરઅંદાજ કરીને રાજ્યપાલના નામનું સમન મોકલીને 18 ઓક્ટોબરના રોજ SDM કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર થવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ડીએમ મનોજકુમારે એસડીએમ ન્યાયિક વિનિતકુમારને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
શું છે સમગ્ર મામલો
બદાયુના ગ્રામ લહોડા બહેડી રહીશ ચંદ્રહાસે વિસ્તારના SDM ન્યાયિક કોર્ટમાં વિપક્ષી પક્ષકાર તરીકે લેખરાજ, પીડબલ્યુડીના સંબંધિત અધિકારી અને રાજ્યપાલને પક્ષકાર બનાવતા એક અરજી દાખલ કરી હતી. SDM કોર્ટમાં દાખલ અરજી મુજબ ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ પોતાના નામે કરાવી લીધી હતી. ત્યારબાદ તેને લેખરાજના નામે વેચી દીધી. થોડા દિવસ પછી બદાયુ બાઈપાસ સ્થિત ગ્રામ બહેડી નજીક ઉપરોક્ત જમીનનો કેટલોક ભાગ શાસન દ્વારા અધિગ્રહણ કરાયો. તે સંપત્તિના અધિગ્રહણ થયા બાદ લેખરાજને શાસન તરફથી લગભગ 12 લાખ રૂપિયાની રકમ વળતર તરીકે મળી.
જેની જાણકારી થયા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજી પર એસડીએમ ન્યાયિક વિનીતકુમારની કોર્ટમાંથી લેખરાજ તથા પ્રદેશના રાજ્યપાલને 7 ઓક્ટોબરના રોજ કલમ 144 રાજ્યસંહિતા હેઠળ એક સમન મોકલવામાં આવ્યો. જે 10 ઓક્ટોબરના રોજ રાજભવનમાં પહોંચ્યું. આ સમનમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરના રોજ એસડીએમ ન્યાયિકની કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું.
રાજ્યપાલના વિશેષ સચિવે જતાવી આપત્તિ
જેના પર રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહ દ્વારા 16 ઓક્ટોબરના રોજ ડીએમ બદાયુને પત્ર લખવામાં આવ્યો. પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરાયો કે બંધારણીય પદ પર બિરાજેલી વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન કે નોટિસ મોકલી શકાય નહીં. રાજ્યપાલના સચિવે બંધારણની કલમ 361નો ભંગ માનતા એસડીએમના સમન પર ભારે આપત્તિ જતાવી. સચિવે ડીએમ બદાયુને હસ્તક્ષેપ કરીને નિયમાનુસાર પક્ષ રજૂ કરવા અને નોટિસ પાઠવવા મામલે જરૂરી કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા.
ડીએમએ કહી આ વાત
જેના પર ડીએમ મનોજકુમારે કહ્યું કે તેમના કાર્યાલયને મહામહિમ રાજ્યપાલના સચિવનો પત્ર મળ્યો છે. પત્રના માધ્યમથી જાણ થઈ કે રાજ્યપાલને એસડીએમ (ન્યાયિક) વિનીતકુમારની કોર્ટમાંથી રાજસ્વ સંહિતા કલમ 144 હેઠળ પાઠવવામાં આવેલું સમન જેવું રાજભવન પહોંચ્યું ત્યારે હડકંપ મચી ગયો હતો. રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહજીએ પત્રમાં જણાવ્યું કે રાજ્યપાલને સમન કે નોટિસ પાઠવી શકાય નહીં. આથી સંબંધિત અધિકારીને એ જણાવવામાં આવે કે તે કલમ 361નો ભંગ છે. જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. જિલ્લાધિકારીએ કહ્યું કે સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિનીતકુમારને રાજ્યપાલ દ્વારા પાઠવવામાં આવેલા પત્ર અને ચેતવણીથી માહિતગાર કરી દેવાયા છે.
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે