PM મોદીએ Purvanchal Expressway નું કર્યું ઉદ્ધાટન, કહ્યું- 'વિચાર્યું નહતું કે આ એક્સપ્રેસ વે પર વિમાનથી ઉતરીશ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. લખનૌથી ગાઝીપુરને જોડતો આ 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયાનો થયો.

PM મોદીએ Purvanchal Expressway નું કર્યું ઉદ્ધાટન, કહ્યું- 'વિચાર્યું નહતું કે આ એક્સપ્રેસ વે પર વિમાનથી ઉતરીશ'

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. લખનૌથી ગાઝીપુરને જોડતો આ 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયાનો થયો. તેના ઉદ્ધાટન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જિલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જશે.

Live updates: 

પીએમ મોદીનું સંબોધન, કહ્યું- યુપીની પ્રગતિનો એક્સપ્રેસ વે

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે. પીએમ મોદીએ પોતાનું સંબોધન અવધીમાં શરૂ કર્યું હતું. કહ્યું હતું કે જવને ધરતી પર હનુમાનજી કાલનેમિ કે બધ કિએ રહય, ઉ ધરતી કે લોગન કે હમ પાવ લાગિત હૈ. 1857 કે લડાઈનમાં હિયા કે લોગ અંગ્રેજન કો છઠ્ઠી કા દૂધ યાદ દિવાય દિયે હૈ, કોયરીપુર કે યુદ્ધ ભલા કે ભુલાય સકત હૈ. આજ યહ પાવન ધરતી કે પૂર્વાંચલ એક્સપ્રેસ કી સૌગાત મિલત બા. જિહકે આપ સભૈ બહુત દિનન સે અગોરત રહી. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છા. 

એટલે કે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિનો વધ કર્યો, તે ધરતીના લોકોને હું પગે લાગુ છું. અહીંની માટીમાં આઝાદીની લડતની ખુશ્બુ આવે છે. આ પાવન ધરતીને આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ મળી રહી છે. જેનો તમે ઘણા દિવસથી ઈન્તેજાર કરી રહ્યા હતા. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તો તેઓ આજે અહીં આવીને યુપીનું સામર્થ્ય જોઈ શકે છે. 

વિચાર્યું નહતુ કે આ એક્સપ્રેસ વે પર વિમાનથી ઉતરીશ
પીએમ મોદીએ કહ્યું કે ત્રણ ચાર વર્ષ પહેલા અહીં ફક્ત જમીન હતી. હવે ત્યાંથી આટલો આધુનિક એક્સપ્રેસ વે પસાર થઈ રહ્યો છે. જ્યારે ત્રણ ચાર વર્ષ પહેલા મે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે વિચાર્યું નહતું કે એક દિવસ એ જ એક્સપ્રેસ વે પર વિમાનથી હું પોતે ઉતરીશ. આ એક્સપ્રેસ વે યુપીમાં આધુનિક થઈ રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. યુપીની દ્રઢ ઈચ્છા શક્તિનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં સંકલ્પોની સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ છે. તે યુપીની શાન છે, યુપીનો કમાલ છે. 

પીએમ મોદીએ સીએમ યોગીના કર્યા વખાણ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આજે યોગીજીની સરકાર ભેદભાવ વગર, કોઈ પરિવારવાદ નહી, કોઈ જાતિવાદ નહી, કોઈ ક્ષેત્રવાદ નહીં પરંતુ બધાનો સાથ બધાના વિકાસના મંત્રને લઈને કામમાં લાગી છે. જેમ જેમ યુપીમાં એક્સપ્રેસ વે તૈયાર થઈ રહ્યો છે તેમ તેમ અહીં ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનું કામ પણ શરૂ થઈ રહ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની આજુબાજુ બહુ જલદી નવા ઉદ્યોગો લાગવાના શરૂ  થઈ જશે. 

પીએમ મોદીએ કહ્યું કે ગત મુખ્યમંત્રીઓ માટે વિકાસ ત્યાં સુધી જ સિમિત હતો જ્યાં તેમનું ઘર હતું. પરંતુ આજે જેટલું પશ્ચિમનું સન્માન છે, એટલી જ પૂર્વાંચલ માટે પણ પ્રાથમિકતા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે આજે યુપીની આ ખાઈને પૂરી રહ્યો છે. યુપીને પરસ્પર જોડી રહ્યો છે. 340 કિમી લાંબા આ એક્સપ્રેસ વેની વિશેષતા ફક્ત એટલી જ નથી કે તે લખનૌ, બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકરનગર, આઝમગઢ, અને ગાઝીપુરને જોડશે. તેની વિશેષતા એ છે કે આ એક્સપ્રેસ વે લખનૌને એ શહેરો સાથે જોડશે જેમાં વિકાસની અસીમ આકાંક્ષા છે. 

પીએમ મોદીએ કહ્યું કે તમે પ્રચંડ બહુમત આપીને યોગીજી અને મોદીજી બંનેને સાથે મળીને તમારી સેવાની તક આપી અને આજે યુપીમાં થઈ રહેલા વિકાસ કાર્યોને જોઈને હું કહી શકુ છું કે આ ક્ષેત્રનું યુપીનું ભાગ્ય બદલાવવાનું શરૂ થઈ ગયું છે. થોડા અઠવાડિયા પહેલા જ કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ થયું અને આજે મને પૂર્વાંચલ એક્સપ્રેસ વે તમને સોંપવાનું સૌભાગ્ય મળ્યું છે. જેનો લાભ ગરીબોને પણ થશે અને મધ્યમવર્ગને પણ થશે. 

જુઓ Video

પીએમ મોદીએ પૂર્વાચંલ એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ એક ફિલ્મ પણ દેખાડવામાં આવી. આ અગાઉ પોતાના સંબોધનમાં સીએમ યોગીએ જય હિંદ અને જય જય શ્રીરામના નારા લગાવ્યા હતા. અત્રે જણાવવાનું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વે યુપીનો ત્રીજો રનવેવાળો એક્સપ્રેસ વે છે. જ્યાં ફાઈટર વિમાનો લેન્ડિંગ અને ટેકઓફ કરી શકશે. આ અગાઉ આગ્રા એક્સપ્રેસ વે અને યમુના એક્સપ્રેસ વે પર ફાઈટર વિમાનો ઉતરી ચૂક્યા છે. 

— ANI UP (@ANINewsUP) November 16, 2021

સીએમ યોગીએ પીએમને ભેટ કરી રામ મંદિરની રેપ્લિકા
સીએમ યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની રેપ્લિકા ભેટ કરી. 

— ANI UP (@ANINewsUP) November 16, 2021

વાયુસેનાના બાહુબલી દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પહોંચ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુલ્તાનપુર પહોંચી ગયા છે. તેમના હરક્યુલિસ વિમાને પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બનાવેલી હવાઈપટ્ટી પર ઉતરણ કર્યું છે. થોડીવારમાં તેઓ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે. 

— ANI UP (@ANINewsUP) November 16, 2021

સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કર્યું 'ઉદ્ધાટન'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ તે પહેલા જ સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ આ એક્સપ્રેસ વે પર સાઈકલ ચલાવીને તેનું ઉદ્ધાટન કર્યું હોવાનો દાવો કર્યો. સપા કાર્યકરોએ એક્સપ્રેસ વે પર ફૂલ ચડાવી અને સાઈકલ ચલાવીને તેને જનતાને સમર્પિત કરી દીધો. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીએ જનતાને શુભેચ્છાઓ પણ પાઠવી દીધી. 

समाजवादी पूर्वांचल एक्सप्रेस वे पर साइकिल चलाकर एवं पुष्प चढ़ाते हुए समाजवादी पार्टी कार्यकर्ताओं ने किया इसको जनता को समर्पित।

ये पूर्वांचल की प्रगति को गति देगा।

सभी को बधाई एवं शुभकामनाएं! pic.twitter.com/VoKqYqQZTH

— Samajwadi Party (@samajwadiparty) November 16, 2021

ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે
પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ નોઈડાથી ગાઝીપુર જવું સરળ  બનશે. ફક્ત 8.30 કલાકમાં પહોંચી શકાશે. નોઈડાથી આગ્રાને જોડનારો યમુના એક્સપ્રેસ વે 165 કિમીનો છે જે 2 કલાકમાં અંતર કાપી શકાય છે. ત્યારબાદ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેની લંબાઈ 302 કિમી છે, આ અંતર કાપતા 3 કલાકનો સમય લાગશે. લખનૌથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું અંતર 341 કિમી છે જે તમે સાડા ત્રણ કલાકમાં અંતર કાપી શકશો. આ ત્રણેય એક્સપ્રેસ વે દ્વારા તમે 800થી વધુ કિમીનું અંતર ફક્ત 8.30 કલાકમાં કાપી શકશો. 

યુપીના આ 9 શહેરોમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ વે
પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 9 શહેરોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાઓની સરહદોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેના કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે.

અયોધ્યા-ગોરખપુર જનારાને પણ થશે ફાયદો
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે તમે 80 કિમી સુધી જશો તો અયોધ્યા માટે પણ એક કટ અપાયો છે. અહીંથી અયોધ્યા માત્ર 50 કિમીના અંતરે છે. તમે ફક્ત એક કલાકમાં અયોધ્યા પહોંચી જશો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી ગોરખપુરને જોડવા માટે એક લિંક એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે. બધુ મળીને યુપી સરકાર સારી કનેક્ટિવિટી પર કામ કરી રહી છે. ચૂંટણી પહેલા સરકારના જનતા સાથે કનેક્શનના ટાર્ગેટને પૂરા કરવાની કોશિશ પણ છે. 

કેટલો ટોલ લાગશે
પૂર્વાંચલ એક્સપ્રેસથી સરકારને ટોલ દ્વારા લગભગ 202 કરોડ રૂપિયાનું રાજસ્વ મળશે. જો કે હાલ લોકોએ આ ટોલ આપવો પડશે નહીં એટલે કે થોડા દિવસ માટે આ મુસાફરી મફત રહેશે. હકીકતમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વસૂલવાનું કામ પ્રાઈવેટ કંપનીને સોંપાશે અને આ કંપની જલદી પ્રતિ કિલોમીટર પ્રમાણે ટોલના દર નક્કી કરશે. હાલ એક્સપ્રેસ વે પર ટોલના દર નક્કી નથી. પરંતુ માનવામાં આવે છે કે તેના દર લખનૌ-આગ્રા એક્સપ્રેસ વેના દરની આજુબાજુ જ રાખવામાં આવશે. આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે કાર, જીપ, વેન અને હળવા મોટર વાહનોએ 600 રૂપિયા ટોલ આપવો પડે છે. આ ઉપરાંત હળવા વ્યવસાયિક, હળવા માલવાહક અને મિની બસોએ 945 રૂપિયા આપવા  પડે છે. બસ અને ટ્રોએ 1895 રૂપિયા, ભારે ભરખમ કાર્ય મશીન વાહનોએ 2915 રૂપિયા અને વિશાળ વાહનોએ 3745 રૂપિયા ચૂકવવા પડે છે. 

ફક્ત 3 વર્ષમાં તૈયાર થયો પૂર્વાંચલ એક્સપ્રેસ વે
ફક્ત 3 વર્ષમાં 22500 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલો પૂર્વાંચલ એક્સપ્રેસ વે 8 લેનનો છે. પરંતુ ભવિષ્યમાં તેને 8 લેનમાં પણ ફેરવી શકાય તેવી વ્યવસ્થા છે. એક્ઝિક્યુટીવ એન્જિનિયર દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે 120ની સ્પીડ ડિઝાઈન કરાઈ છે. પરંતુ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક રખાઈ છે. ક્રેશ બેરિયરને એક્સપ્રેસ વેની ચારેબાજુ ઉપયોગમાં લેવાયા છે. એક્સપ્રેસ વે ને Q4 થી બનાવવામાં આવ્યો છે. 

સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે
ગાઝીપુર જવા માટે તમે જ્યારે લખનૌ તરફથી 9 કિમી આગળ વધશો તો  તમને પહેલો ટોલ પ્લાઝા મળશે. 16 બૂથ ટોલ કલેક્શન માટે બનાવવામાં આવ્યા છે. આ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આથી સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે. પૂર્વાંચલનો આ એક્સપ્રેસ વે 100 વર્ષ પ્રમાણે તૈયાર કરાયો છે. તેની ડિઝાઈનમાં ખાસ વાતોનું ધ્યાન રખાયું છે. આ એક્સપ્રેસ વે પર 18 ફ્લાયઓવર, 7 રેલવે ઓવર બ્રિજ, 7 મોટા પુલ, 118 નાના પુલ, 13 ઈન્ટરચેન્જ, 8 ટોલ પ્લાઝા, 271 અંડરપાસ, 503 નાના પુલ બનાવવામાં આવ્યા છે. કુલ 13 કટ અપાયા છે. જ્યાંથી તમે આ એક્સપ્રેસ વે પર જઈ શકો છો અને ઉતરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news