હેવાનિયતની હદ પાર : સાદ્દિક બન્યો શેતાન, પોલીસે એન્કાઉન્ટરમાં પતાવી દીધો, જાણો શું છે ઘટના

UP Police Encounter: ઉત્તરપ્રદેશનું બદાયું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે. કેમ કે એકસાથે બે સગીર બાળકોના ગળા કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આ ઘટના છે બદાયુ શહેરના સિવિલ લાઈન્સ વિસ્તારની....

હેવાનિયતની હદ પાર : સાદ્દિક બન્યો શેતાન, પોલીસે એન્કાઉન્ટરમાં પતાવી દીધો, જાણો શું છે ઘટના

Police Encounter: જ્યાં પહેલા સાદ્દિક નામનો શખ્સ પોતાની દુકાન સામે આવેલા વિનોદસિંહના ઘરે જાય છે. પોતાની પત્નીના ઓપરેશન માટે વિનોદની પત્ની સંગીતા પાસે 5 હજાર રૂપિયા માગે છે. સંગીતા પતિ સાથે વાત કરીને સાદ્દિકને 5 હજાર રૂપિયા આપે છે. આ દરમિયાન સાદ્દિક ખરાબ તબિયતનું બહાનું કાઢીને આયુષ અને આહાનને ધાબા પર લઈ જાય છે. છત પર છરીથી હુમલો કરીને બંને બાળકોને મોતને ઘાટ ઉતારે છે.

શેતાન બન્યો સાદ્દિકઃ
એટલે કે સાદ્દિક શેતાન બનીને એક પરિવારના બે બાળકોની હત્યા કરી નાખે છે. જેમાં એકની ઉંમર 12 વર્ષ તો એકની ઉંમર 6 વર્ષ હતી. જ્યારે કે ત્રીજા બાળક ઉપર પણ જીવલેણ હુમલો કરે છે, પરંતુ સદનસીબે તે સાદ્દિકને ધક્કો મારીને ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનાથી માત્ર ઉત્તરપ્રદેશ નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે જાણ થતા બદાયુમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા, તોડફોડ કરી હતી અને આરોપી સાદ્દિકની સલૂનની દુકાનને સળગાવી દીધી હતી. જોકે સલુનની દુકાન ચલાવતો સાદ્દિક એકલો હત્યાની ઘટનામાં સામેલ નહોતો પરંતુ તેનો ભાઈ જાવેદ પણ હત્યાના ષડયંત્રમાં સામેલ હતો... 

છત પર ખેલાયેલો આ ખૂની ખેલઃ
છત પર ખેલાયેલો આ ખૂની ખેલ પિયુષ જોઈ જાય છે. પિયુષની આંખો સામે જ સાદ્દિક તેના બે ભાઈઓને મોતને ઘાટ ઉતારે છે. જોકે પિયુષ પર પણ જીવલેણ હુમલો થાય છે, પરંતુ તે પોતાનો જીવ બચાવી નીચે દોડી આવે છે અને પરિવારના લોકોને જાણ કરે છે. બે નાના બાળકોનું ગળુ કાપીને સાદ્દિક અને જાવેદ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.. જોકે આ અંગે પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા હતા.. જોકે શોધખોળ દરમિયાન આરોપીની ભાળ મળતા પોલીસ તપાસ માટે પહોંચી હતી. જ્યાં મુખ્ય આરોપી સાદ્દિકને એન્કાઉન્ટમાં ઠાર કરી દેવાયો. જોકે તેનો ભાઈ જાવેદ હજુ પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યોઃ
એક તરફ વિનોદસિંહનો પરિવાર શોકમાં ગરકાવ છે. માતા, દાદી, પિતા-- પરિવારના જ નહીં પરંતુ આસપાસના લોકોમાં પણ આક્રંદ છવાયેલો છે, તેવા સમયે પણ રાજકારણ ચાલી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા ગોપાલ યાદવે આ સમગ્ર ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. ગોપાલ યાદવે કહ્યું કે, ચૂંટણી સમયે ભાજપ હિંસા કરાવે છે. તો ભાજપે સમાજવાદી પાર્ટીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. આરોપી સાદ્દિક તો એન્કાઉન્ટમાં ઠાર થઈ ગયો પરંતુ હજુ જાવેદ પોલીસ પકડમાં નથી આવ્યો. જેને શોધવા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે. તેમના પરિવારની પણ પૂછપરછ કરાઈ રહી છે. પરંતુ પોલીસ માટે હજુ પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આખરે સાદ્દિક અને જાવેદે આ હત્યાની ઘટનાને અંજામ કેમ આપ્યો.

આ નાના બાળકો સાથે આરોપીઓને શું દુશ્મની હોઈ શકે? ફરિયાદ મુજબ સાદ્દિક જ્યારે હત્યા કરીને નીચે ઉતર્યો ત્યારે એવું બોલ્યો હતો કે, મેં આજે મારું કામ પૂર્ણ કરી દીધું.. તો એવા પરિવારના બે બાળકોને કેમ માર્યા, જેમની માતાએ સંકટ સમયે 5 હજાર રૂપિયાની મદદ કરી. આવા અનેક સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.. આ તમામ પ્રશ્નોના ઉત્તર સાથે હત્યાનું રહસ્ય જાવેદના પકડાયા બાદ જ ખુલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news