ઉત્તરપ્રદેશમાં ખુલશે 44 નવા Covid 19 ટેસ્ટિંગ લેબ્સ, રોજિંદી રીતે થશે 10 હજાર સેમ્પલની તપાસ

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં કોવિડ 19 તપાસ અંગે મોટો નિર્ણય લીધો છે. તેના માટે લખનઉનાં કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીને સ્ટેટ મેંટર જાહેર કરવામાં આવી છે. કેજીએમયુનાં વાઇસ ચાન્સેલર એમએલ ભટ્ટે તેની માહિતી આપી છે. આ નિર્ણય બાદ હવે ઉત્તરપ્રદેશ સરકારને રાજ્યમાં કોવિડ 19 ટેસ્ટિંગ લેબ્સ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પરવાનગીની જરૂર નહી પડે. હવે કેજીએમયુ નવી લેબ સ્થાપિત કરવા માટે પરવાનગી આપી શકશે. કેન્દ્ર સરકારે દિલ્હી એમ્સને દેશનું નેશનલ મેન્ટર જાહેર કર્યું છે. 
ઉત્તરપ્રદેશમાં ખુલશે 44 નવા Covid 19 ટેસ્ટિંગ લેબ્સ, રોજિંદી રીતે થશે 10 હજાર સેમ્પલની તપાસ

લખનઉ : ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં કોવિડ 19 તપાસ અંગે મોટો નિર્ણય લીધો છે. તેના માટે લખનઉનાં કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીને સ્ટેટ મેંટર જાહેર કરવામાં આવી છે. કેજીએમયુનાં વાઇસ ચાન્સેલર એમએલ ભટ્ટે તેની માહિતી આપી છે. આ નિર્ણય બાદ હવે ઉત્તરપ્રદેશ સરકારને રાજ્યમાં કોવિડ 19 ટેસ્ટિંગ લેબ્સ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પરવાનગીની જરૂર નહી પડે. હવે કેજીએમયુ નવી લેબ સ્થાપિત કરવા માટે પરવાનગી આપી શકશે. કેન્દ્ર સરકારે દિલ્હી એમ્સને દેશનું નેશનલ મેન્ટર જાહેર કર્યું છે. 

ઉત્તરપ્રદેશણાં કોરોના વાયરસની તપાસ માટે વર્તમાનમાં કુલ 15 સરકારી અને 1 ખાનગી લેબ સંચાલિત છે. આ લેબ્સમાં  જ ઉથ્તરપ્રદેશનાં કોવિડ 19 સેમ્પલની તપાસ ચાલી રહી છે. હાલ ઉત્તરપ્રદેશમાં રોજ 2થી 5 હજાર  કોવિડ 19 સેમ્પલની તપાસ  કરવામાં આવી રહી છે. આજે આગામી દિવસોમાં કેજીએમયુથી 44 નવી લેબ્સને પરવાનગી મળવાની છે. આ લેબ્સમાં ખુલી ગયા બાદ યુપીમાં રોજિંદી રીતે 10000થી વધારે કોવિડ 19 સેમ્પલની તપાસ થઇ શકશે. 

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે ફેબ્રુઆરી સરકારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયાથી જ તમામ પ્રકારની વ્યવસ્થા ચાલુ કરી દીધી હતી. જેના હેઠળ કેજીએમયુમાં કોરોના વાયરસ તપાસ લેબની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં સેમ્પલ લખનઉનાં કેજીએમયુમાં તપાસ માટે આવી રહ્યા હતા. કિસ્સા વધ્યા તો અનેક અન્ય સરકારી હોસ્પિટલમાં ટેસ્ટિંગ બેલ્સની વ્યવસ્થા કરવામાં આવી. પ્રદેશમાં કોરોનાના કિસ્સા વધીને 2000ની પાર પહોંચી ગયા છે.  એવામાં નવ ટેસ્ટિંગ લેબ્સની સ્થાપિત થવા અને સ્ક્રિનિંગ અને તપાસની સુવિધા સરળ થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news