Corona: કેન્દ્રએ AC અંગે ખાસ બહાર પાડી એડવાઈઝરી, શું કરવું અને શું ન કરવું તે જાણો

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. આ લોકડાઉન 3 મે સુધી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી બહાર પાડતા કહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે ઘરેલુ એર કંડિશનરનો ઉપયોગ કરતી વખતે 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડના આદર્શ તાપમાનને જાળવી રાખવું જોઈએ. શુક્રવારે ઘરો અને ઓફિસોમાં એસીના ઉપયોગ અંગે એક સલાહ બહાર પાડતા કેન્દ્રએ કહ્યું કે Relative humidity 40-70 ટકા વચ્ચે હોવી જોઈએ. આ ગાઈડલાઈનને ઈન્ડિયન સોસાયટી ઓફ હીટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ (ISHRAE) દ્વારા અભ્યાસ બાદ તૈયાર કરાઈ છે. જેને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD)દ્વારા શેર કરાઈ હતી. 
Corona: કેન્દ્રએ AC અંગે ખાસ બહાર પાડી એડવાઈઝરી, શું કરવું અને શું ન કરવું તે જાણો

નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. આ લોકડાઉન 3 મે સુધી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી બહાર પાડતા કહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે ઘરેલુ એર કંડિશનરનો ઉપયોગ કરતી વખતે 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડના આદર્શ તાપમાનને જાળવી રાખવું જોઈએ. શુક્રવારે ઘરો અને ઓફિસોમાં એસીના ઉપયોગ અંગે એક સલાહ બહાર પાડતા કેન્દ્રએ કહ્યું કે Relative humidity 40-70 ટકા વચ્ચે હોવી જોઈએ. આ ગાઈડલાઈનને ઈન્ડિયન સોસાયટી ઓફ હીટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનર એન્જિનિયર્સ (ISHRAE) દ્વારા અભ્યાસ બાદ તૈયાર કરાઈ છે. જેને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD)દ્વારા શેર કરાઈ હતી. 

ગાઈડલાઈન તૈયાર કરવાવાળી ટીમમાં સામેલ હતાં
આ ગાઈડલાઈન તૈયાર કરનારી ટીમમાં શિક્ષણ ક્ષેત્રના વિદ્વાનો, ડિઝાઈનરો, નિર્માતાઓ, સેવા પ્રદાતાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને ઈનડોર વાયુ ગુણવત્તા સુરક્ષા જેવા વિજ્ઞાન સંબંધિત વિશેષજ્ઞો સામેલ હતાં. 

એસી ચલાવતી વખતે બારીઓ થોડી ખુલ્લી રાખો
દસ્તાવેજ મુજબ રૂમમાં એસીની ઠંડી હવાનો ઉપયોગ કરતી વખતે બારીઓ થોડી ખુલ્લી રાખવી જોઈએ. ઠંડી હવાનો ઉપયોગ બારીમાંથી બહારથી આવતી હવા સાથે થવો જોઈએ. એમ પણ કહેવાયું છે કે સૂકા હવામાનમાં Relative humidity 40 ટકાથી નીચે જવી જોઈએ નહીં. તથા 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડનું આદર્શ તાપમાન જાળવી રાખવું જોઈએ. પેનલનું સૂચન છે કે જ્યારે એસી ચાલુ ન હોય તો રૂમમાં હવાની અવરજવર બરાબર હોવી જોઈએ. તેનાથી એસીની સેવાની આવૃત્તિ વધી શકે છે. એમ પણ કહેવાયું છે કે વીજળીના પંખાનો ઉપયોગ કરતી વખતે બારીઓને આંશિક રીતે ખુલ્લી રાખવી જોઈએ. જો રૂમમાં એગ્ઝોસ્ટ પંખો હોય તો વાપરવો જોઈએ જેથી કરીને રૂમની હવા બહાર નીકળી શકે. વાણિજ્ય અને ઔદ્યોગિક સુવિધાઓ માટે બહારની હવાની સાથે સાથે શક્ય હોય તેટલા વેન્ટિલેશનની ભલામણ કરાઈ છે. 

જુઓ LIVE TV

બંધ પડેલા વ્યવસાયિક પ્રતિષ્ઠાનનું મેન્ટેઈનન્સ કરાવો
બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે લોકડાઉનમાં મોટાભાગના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ છે. આવા પ્રતિષ્ઠાનોને મેન્ટેઈનન્સની જરૂર પડશે. જેથી કરીને એન્જિનિયરિંગ અને સ્વાસ્થ્ય સુરક્ષા બંને યોગ્ય રહે. લાંબા સમય સુધી લોકડાઉન હોય તો પ્રતિષ્ઠાનની એસી પાઈપો અને ખુલ્લા સ્થળો પર શેવાળ, ફૂગ, રસ્ટ વગેરે જમા થઈ ગયું હશે. જે સ્વાસ્થ્ય માટે જોખમ પેદા કરી શકે છે. આ ઉપરાંત બર્ડ ડ્રોપિંગ થઈ શકે છે કે પછી ભેજના કરાણે જીવજંતુ વધી શકે છે. આવામાં વ્યવસાયિક પ્રતિષ્ઠાન પોતાના ત્યાં કન્ડિશનરનો ઉપયોગ કરે તે પહેલા મેન્ટેઈનન્સ કરાવી લેવું જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news