લંડનમાં ભારતીય સમુદાયે કર્યું જબરદસ્ત એક્તાનું પ્રદર્શન, પાકિસ્તાને મોઢું છૂપાવવા જેવું થયું
લંડનમાં ભારતીય સમુદાયે જબરદસ્ત એકજૂટતાનું પ્રદર્શન કર્યું. લંડનમાં પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ સામે જે ગંદકી ફેલાવી હતી તેને ભારતીય સમુદાયના લોકોએ મળીને ચોખ્ખુ કર્યું.
Trending Photos
લંડન: લંડનમાં ભારતીય સમુદાયે જબરદસ્ત એકજૂટતાનું પ્રદર્શન કર્યું. લંડનમાં પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ સામે જે ગંદકી ફેલાવી હતી તેને ભારતીય સમુદાયના લોકોએ મળીને ચોક્ખુ કર્યું. ભારતીયોની આ મુહિમમાં બ્રિટનમાં ભારતીય રાજદૂત રુચિ ઘનશ્યામ પણ સામેલ થયા હતાં. ગત સપ્તાહે ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી કરીને ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
ભારતીય સમુદાયે પ્રદર્શનકારીઓને આપ્યો કડક સંદેશ
ભારતીય સમુદાયે એકજૂટતા દર્શાવીને પાકિસ્તાનના પ્રદર્શનકારીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સફાઈ અભિયાનની શરૂઆત ઈંગ્લેન્ડના સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગે થઈ. ભારતીય સમુદાયે પ્રતિકાત્મક રીતે કરેલી સાફ-સફાઈનું ઈનવોઈસ લંડનના મેયર સાદિક ખાનને મોકલ્યું છે. જો કે ખાને પ્રદર્શનકારીઓના આ પગલાની ટીકા કરી છે અને આ પ્રકારનો વ્યવહાર અસ્વીકાર્ય ગણાવ્યો છે.
High Commissioner led the efforts of the Indian community and officers and staff of the High Commission to clean the mess made by the protest of 3 September outside the India House. Swachh Bharat: Shreshth Bharat! @DrSJaishankar @MEAIndia @UKinIndia @foreignoffice @DominicRaab pic.twitter.com/Mjt0hsL5YI
— India in the UK (@HCI_London) September 7, 2019
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક મહિનાની અંદર આ બીજીવાર બન્યું છે આ પ્રકારની ઘટનાથી અમારા દૂતાવાસની સુરક્ષા અને સામાન્ય કામકાજ પ્રભાવિત થયું છે. અમે આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર કરીશું નહીં. લંડન સરકારને આગ્રહ છે કે તેઓ આ ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન ધૂંધવાયું છે. તેના પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસ 3 સપ્ટેમ્બરના રોજ પ્રદર્શન કર્યું હતું અને જે પાછળથી હિંસક બન્યું હતું. પ્રદર્શનકારીઓની આ ઘટનાથી ભારતીય દૂતાવાસની બારીઓના કાચને પણ નુકસાન થયું હતું. એક જ મહિનામાં આ બીજી નાપાક હરકત હતી. આ અગાઉ 15મી ઓગસ્ટના રોજ પણ પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ લંડન સ્થિત ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શન કર્યું હતું. જેની બ્રિટિશ સાંસદે ટીકા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે