ટેમ્પોની ટક્કરથી હવામાં ઉંચો ઉછળ્યો બાઇકસવાર, પછી શું થયું? જુઓ VIDEO

આપણા દેશમાં સડક એક્સિડન્ટ સતત વધી રહ્યા છે કારણ કે લોકો ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી નથી લેતા. ટ્રાફિકના નિયમોની અવગણના કરવાથી ઘણીવાર જીવ જોખમમાં મુકાઈ જાય છે. 

ટેમ્પોની ટક્કરથી હવામાં ઉંચો ઉછળ્યો બાઇકસવાર, પછી શું થયું? જુઓ VIDEO

નવી દિલ્હી : આપણા દેશમાં સડક એક્સિડન્ટ સતત વધી રહ્યા છે કારણ કે લોકો ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી નથી લેતા. ટ્રાફિકના નિયમોની અવગણના કરવાથી ઘણીવાર જીવ જોખમમાં મુકાઈ જાય છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાનો એક રોડ એક્સિડન્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં એક્સિડન્ટ દેખાડવામાં આવ્યો છે. વીડિયોમાં રોડ પર વાહન પોતપોતાની સાઇડમાં ચાલી રહ્યા છે ત્યારે એકાએક જમણી તરફ ચાલી રહેલા એક ટેમ્પોની સામે એક છોકરો ઝડપથી બાઇક લઈને આવ્યો અને ભટકાઈ ગયો. બાઇકની સ્પિડ એટલી વધારે હતી કે છોકરો પરિસ્થિતને કંટ્રોલ ન કરી શક્યો અને હવામાં ઉંચે ઉછળ્યો હતો. 

— ANI (@ANI) September 2, 2018

આ એક્સિડન્ટનો અવાજ સાંભળીને લોકો દોડતા આવ્યા પણ બધાના આશ્ચર્ય વચ્ચે આટલો મોટો એક્સિડન્ટ થયો હોવા છતાં એ યુવાનનો વાળ પણ વાંકો થયો નહોતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news