Viral Video: ચાલતી બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો, હવે જેલમાં કરજો આશિકી

ભિલાઈમાં કપલનો ચાલતી બાઇક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઇકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.
Viral Video: ચાલતી બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો, હવે જેલમાં કરજો આશિકી

Couple Romance Openly on Bike: ભિલાઈમાં કપલનો ચાલતી બાઇક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઇકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.

Couple Romance Openly on Bike: વાસ્તવમાં આખો મામલો ભિલાઈનો છે જ્યાં એક છોકરો ભિલાઈના જયંતિ સ્ટેડિયમના પાછળના રોડ પર નંબર વગરની હાઈસ્પીડ બ્લેક કલરની બાઇકમાં નીકળ્યો હતો. તેની પાછળ કેટલાક સ્કૂટર અને બાઇક ચાલકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરો અને છોકરી બાઇક પર ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરી રહ્યાં છે. છોકરાના જેકેટથી છોકરીનો ચહેરો છુપાયેલો હતો.

ચાલતી બાઇક પર કપલે રોમાન્સ કર્યો
આ કપલ ટાઉનશીપના રસ્તાઓ પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને કપલ જયંતિ સ્ટેડિયમથી સ્મૃતિ નગર સુધી આ રીતે એકબીજાને ગળે વળગીને નીકળ્યા હતા. આ લોકોએ અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્યારે આ વીડિયોથી પોલીસની ફજેતી થઈ રહી હતી. કારણ કે થોડા દિવસો પહેલા જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર આ પ્રેમી યુગલ આફત દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી હરકતો બાઈક પર કરી રહ્યુ હતુ.. તેમ છતાં આ પ્રેમી કપલને રોકવા વાળું કોઈ રસ્તા પર દેખાયુ ન હતું. 

જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news