VIDEO: પિતાની એક બેદરકારી...અને 5 વર્ષની બાળકી સ્કૂટી સાથે ઉકળતા તેલની કડાઈ જોડે અથડાઈ

ઉત્તર પ્રદેશના ઝાંસી (Jhansi)નો એક હચમચાવી નાખે તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

VIDEO: પિતાની એક બેદરકારી...અને 5 વર્ષની બાળકી સ્કૂટી સાથે ઉકળતા તેલની કડાઈ જોડે અથડાઈ

ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસી (Jhansi)નો એક હચમચાવી નાખે તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતાની બેદરકારીથી 5 વર્ષની માસૂમ બાળકી અને ખૂદ પિતાનો જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયો. વાઈરલ વીડિયો ઝાંસીના સીપરી વિસ્તારનો છે. જ્યાં એક યુવક તેની પાંચ વર્ષની બાળકી સાથે એક દુકાનની બહાર ઊભો હતો. અચાનક તેની સ્કૂટી ઝડપથી આગળ વધી અને દુકાનમાં બહાર રહેલા ઉકળતા તેલની કડાઈ સાથે ટકરાઈ. સ્કૂટી ટકરાતા જ ઉકળતું તેલ છોકરીના શરીર પર અને યુવકના હાથે પગે પડ્યું. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતાં. 

જુઓ હચમચાવી નાખે તેવો VIDEO

ઘટના બાદ સ્થાનિક લોકોએ બંનેને ઉઠાવ્યાં અને તરત હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં બંનેની સારવાર ચાલુ છે. મળતી માહિતી મુજબ હાલ બંને આઉટ ઓફ ડેન્જર છે. પરંતુ બાળકી ખુબ દાઝી ગઈ છે. ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે આ ઘટનામાં દુકાન પર કામ કરતો એક વ્યક્તિ પણ થોડો ઘણો દાઝી ગયો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી. 

જુઓ LIVE TV

વીડિયોમાં એક દુકાનની સામે સ્કૂટી પર સવાર એક યુવક અને એક  બાળકીને જોઈ શકાય છે. અચાનક બાળકી ચાવી લગાવીને સ્કૂટી શરૂ કરી દે છે અને એક્સીલેટર આપે છે. જેના કારણે સ્કૂટી ઝડપથી દોડીને આગળ વધે છે અને બેકાબુ થઈ દુકાનની બહાર રાખેલા ગરમ તેલની કડાઈ સાથે ટકરાય છે. આ સમગ્ર ઘટનામાં સ્કૂટી પર સવાર બંને (પિતા અને પુત્રી) દાઝી જાય છે. આસપાસના લોકો તથા દુકાનના કર્મચારી તરત જ બંનેને બચાવવાની કોશિશમાં લાગી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news