ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ, ટોપ-50મા કરી એન્ટ્રી

ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચાહરને બાંગ્લાદેશ સામે સિરીઝમાં કરેલા સારા પ્રદર્શનનું ઇનામ આઈસીસી ટી20 રેન્કિંગમાં મળ્યું છે. તે બોલરોના રેન્કિંગમાં ટોપ-50મા પહોંચી ગયો છે. 

ICC T20 Rankings: 'હેટ્રિક મેન' દીપક ચાહરની મોટી છલાંગ, ટોપ-50મા કરી એન્ટ્રી

નવી દિલ્હીઃ રવિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 (t20) હેટ્રિક ઝડપનાર બોલર દીપક ચાહરે (deepak chahar) આઈસીસી ટી20 બોલરના રેન્કિંગમાં (ICC T20 Rankings) લાંબી છલાંગ લગાવી છે. નાગપુરમાં રમાયેલા ત્રીજા મુકાબલામાં દીપકે માત્ર 7 રન આપીને છ વિકેટ ઝડપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ પ્રદર્શનનો ફાયદો તેને બોલિંગ રેન્કિંગમાં થયો છે. તે 88 સ્થાનના સુધારની સાથે 42મા સ્થાને પહોંચી ગયો છે. 

ભારતીય ટીમે રવિવારે નાગપુરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી નિર્ણાયક મેચ જીતી સિરીઝ પર 2-1થી કબજો કર્યો હતો. તેણે 3.2 ઓવરની બોલિંગ કરી માત્ર 7 રન આપ્યા અને 6 વિકેટ ઝડપી હતી. ભારતે મુકાબલો 30 રનથી જીત્યો અને સિરીઝ પોતાના નામે કરી હતી. 

દીપકને રેન્કિંગમાં 88 સ્થાનનો થયો ફાયદો
બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટી20 સિરીઝ પહેલા દીપક ટોપ-100 બોલરોના લિસ્ટમાથી બહાર હતો. સિરીઝ દરમિયાન તેણે 3 મુકાબલામાં કુલ 8  વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનનું ઇનામ તેને રેન્કિંગમાં મળ્યું છે. દીપક સીધો ટોપ-50 બોલરોની યાદીમાં પહોંચી ગયો છે. 

આઈસીસી ટી20 બોલર રેન્કિંગ
અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટી20 બોલરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે બીજા નંબરે ન્યૂઝીલેન્ડનો મિશેલ સેન્ટનર અને ત્રીજા સ્થાને પાકિસ્તાનનો ઇમાદ વસીમ છે. ટોપ-10મા કોઈ ભારતીય બોલર નથી. કુલદીપ યાદવ 14મા સ્થાન પર છે તો ક્રુણાલ પંડ્યા આ લિસ્ટમાં 18મા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news