શ્રીલંકા બ્લાસ્ટનું ગુજરાત કનેક્શન : શું 2 IS એજન્ટનો ષડયંત્ર રચવામાં મોટો ફાળો હતો?

શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થયો છે. ગુજરાતમાંથી પકડાયેલા IS એજન્ટ આબેદ અને કાસીમનું બ્લાસ્ટ સાથે કનેક્શન સામે આવ્યું છે. બંનેએ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિલ સાથે કરી હતી. ATSએ આ બંને IS એજન્ટ આબેદ અને કાસીમની ધરપકડ કરી હતી. 

શ્રીલંકા બ્લાસ્ટનું ગુજરાત કનેક્શન : શું 2 IS એજન્ટનો ષડયંત્ર રચવામાં મોટો ફાળો હતો?

ઉદય રંજન/અમદાવાદ :શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થયો છે. ગુજરાતમાંથી પકડાયેલા IS એજન્ટ આબેદ અને કાસીમનું બ્લાસ્ટ સાથે કનેક્શન સામે આવ્યું છે. બંનેએ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિલ સાથે કરી હતી. ATSએ આ બંને IS એજન્ટ આબેદ અને કાસીમની ધરપકડ કરી હતી. પાડોશી દેશ શ્રીલંકા માં બલાસ્ટ મામલે ભારત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. 

વર્ષ 2017માં ગુજરાત એટીએસએ ભરૂચથી ઉબેદ મિર્જા અને કાસીમ સ્ટિમ્બરવાલા નામના બે ISIS એજન્ટની ધરપકર કરી હતી. આ બંને એજન્ટ સોશિયલ મીડિયાના માધ્યમ થી ISIS સંગઠન સાથે સંપર્કમાં હતા. આ બંને શખ્સો શ્રીલંકા બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિલ સાથે કનેક્શન ધરાવતા હતા. ગુજરાત એટીએસને ઉબેદ મિર્જા અને કાસીમ ટીમ્બરવાલા પાસેથી અનેક ISના સાહિત્ય મળી આવ્યા હતા. ત્યારે એ પૈકી સોશિયલ મીડિયામાં થયેલી વાતચીત પણ મળી આવી હતી. જેમાં શ્રીલંકાના આદિલ નામના વ્યક્તિ સાથેની વાતચીત પણ સામે આવી હતી. બંને એજન્ટોએ જે શખ્સ આદિલ સાથે વાત કરી, એ એ જ આદિલ છે જેનું નામ શ્રીલંકાના બ્લાસ્ટમાં મુખ્ય ભૂમિકાના રૂપમાં સામે આવ્યું છે. આ અંગે ભારતીય એજન્સીઓએ શ્રીલંકાની સરકારને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આદિલે પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આદિલ શ્રીલંકાનો નિવૃત્ત આર્મી મેન હતો. શ્રીલંકાના IS એજન્ટ આદિલ અને ગુજરાતના IS એજન્ટ ઉબેદ અને કાસીમના વોટ્સએપ ચેટની વાત કરીએ તો તેમાં એક પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.

IS એજન્ટ :  અરે ભાઈ, શ્રીલંકાથી પેલા ભાઈએ શું કરવું જોઈએ ? 
ઉબેદ : આદિલ કઈ પણ કરવા માટે તૈયાર છે ને ?

AadilBlast.jpg

શ્રીલંકા બ્લાસ્ટમાં મુખ્ય ભૂમિકા ભજવનાર આતંકી આદિલ

અંકલેશ્વરની હોસ્પિટલમાં કામ કરતા બંને આઈએસઆઈએસના એજન્ટ કામ કરતા હતા. આ બંનેની વોટ્સએપ ચેટ સામે આવી હતી, જેમાં તેઓએ મૂળ શ્રીલંકાના આદિલ સાથે ચેટ કરી હતી. એનઆઈએએ કરેલી ચાર્જશીટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરાયેલો છે. વર્ષ 2017થી જ શ્રીલંકાના બ્લાસ્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તેવું આ વોટ્સએપ ચેટ પરથી જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આબેદ અને કાસીમ મૂળ ગુજરાતના છે. તેઓ અન્ય દેશના આઈએસ એજન્ટ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે. હાલ તો બંને જેલમાં છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં સમગ્ર દુનિયાને હચમચાવી દીધા હતા.  ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં અત્યાર સુધી 253 લોકોના મોત થયા છે. આ મામલે 60 લોકોની ધરપકડ થઈ છે. શ્રીલંકામાં આ અત્યાર સુધીના સૌથી ઘાતક બોમ્બ વિસ્ફોટોની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઈસ્લામિક સ્ટેટે શ્રીલંકાના ઘાતક હુમલાની જવાબદારી લીધી અને હુમલાને અંજામ આપનારા આત્મઘાતીઓની ઓળખ પણ કરી. ઈસ્ટરના અવસરે ચર્ચો અને હોટલોમાં થયેલા હુમલાને સાત આત્મઘાતી હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news