પીએમ મોદીને સંસદમાં ભેટવા અંગે રાહુલ ગાંધીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું-પાર્ટીના...
જર્મનીના હેમ્બર્ગમાં પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં નોકરી એ મોટી સમસ્યા છે. પરંતુ વડાપ્રધાન તેને જોવા માંગતા નથી.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે સંસદમાં જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યાં તો તેમની જ પાર્ટીના કેટલાક સભ્યોને ગમ્યુ નહતું. જર્મનીના હેમ્બર્ગમાં પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં નોકરી એ મોટી સમસ્યા છે. પરંતુ વડાપ્રધાન તેને જોવા માંગતા નથી.
તેમણે કહ્યું કે સમસ્યાનું સમાધાન કરવા માટે પહેલા તો તમારે તેને સ્વીકારવી પડશે. રાહુલ ગાંધીએ ભારત અને છેલ્લા 70 વર્ષોમાં તેની પ્રગતિ અંગે પણ જણાવ્યું. સંસદમાં ગત મહિને મોદી સરકાર પર તીખા હુમલા કર્યા બાદ વડાપ્રધાનને ભેટવાની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે સંસદમાં મેં વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યાં તો મારી પાર્ટીના જ કેટલાક અંદરના લોકોને આ ગમ્યું નહતું. રાહુલે પોતાના દિવંગત પિતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓ અંગે પણ વાત કરી.
તેમણે કહ્યું કે જ્યારે મેં શ્રીલંકામાં મારા પિતાના હત્યારાને મૃત પડેલા જોયા તો મને સારું લાગ્યું નહીં. મેં તેમાં તેના બાળકોને રડતા જોયા. લિબરેશન ટાઈગર્સ ઓફ તમિળ ઈલમ (એલટીટીઈ) પ્રમુક વી પ્રભાકરણ રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર હતો. તેને 2009માં શ્રીલંકાના સૈનિકોએ ઠાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે