ISના ચીફ બગદાદીની મોટી ધમકી, 'આ' બે મોટા દેશને ખેદાનમેદાન કરવાની તૈયારીઓ

કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ બગદાદીની કથિત નવી ઓડિયો રેકોર્ડિંગમાં તેણે મુસ્લિમ સમુદાયને જેહાદ છેડવાનું આહ્વાન કર્યું છે.

ISના ચીફ બગદાદીની મોટી ધમકી, 'આ' બે મોટા દેશને ખેદાનમેદાન કરવાની તૈયારીઓ

બેરૂત: કુખ્યાત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ બગદાદીની કથિત નવી ઓડિયો રેકોર્ડિંગમાં તેણે મુસ્લિમ સમુદાયને જેહાદ છેડવાનું આહ્વાન કર્યું છે. ઈદ અલ અજહાના અવસરે ટેલીગ્રામ સંદેશમાં બગદાદી પશ્ચિમના દેશોમાં હુમલા માટે આહ્વાન કરી રહ્યો છે. બગદાદીનો આ કથિત ઓડિયો એવા સમયે આવ્યો છે જ્યારે આ આતંકી સંગઠનને ઈરાક અને સીરિયાના મોટાભાગના હિસ્સામાંથી ખદેડી નાખવામાં આવ્યું છે. ગત વર્ષ સપ્ટેમ્બર બાદ આઈએસ ચીફનું આ પહેલું રેકોર્ડિંગ આવ્યું હોવાનું કહેવાય છે. 

બગદાદીએ કહ્યું કે 'જે લોકો પોતાના દુશ્મનો વિરુદ્ધ પોતાના ધર્મ, ધૈર્ય, જેહાદને ભૂલી ચૂક્યા છે અને અલ્લાહના વચનમાં તેમનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે તેઓ હવે બેઆબરૂ થઈ ગયા છે. પરંતુ  તેઓ જો આના ઉપર ચાલે છે તો તે શક્તિશાળી અને વિજયી છે, એટલે સુધી કે એક નિશ્ચિત સમય પછી પણ.'

આઈએસએ 2014માં સીરિયા અને ઈરાકના મોટા ભાગના હિસ્સા પર કબ્જો જમાવ્યો હતો અને પોતાની જાતને બગદાદીએ આ વિસ્તારોના ખલીફા તરીકે જાહેર કરી હતી. પરંતુ હવે આ બંને દેશોમાંથી મોટાભાગના હિસ્સાઓમાંથી આઈએસને જાકારો અપાઈ ગયો છે. 

બગદાદીએ રેકોર્ડિંગમાં પશ્ચિમ એશિયા, એશિયા અને આફ્રિકામાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે અલ્લાહની રહેમથી ખલીફા બની રહેશે. હજુ જોકે એ સ્પષ્ટ નથી કે આ સંદેશ ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો. પરંતુ બગદાદી સીરિયાના ઉત્તર પૂર્વ હિસ્સાના નિર્માણ માટે ગત સપ્તાહે સાઉદી અરબ દ્વારા 10 કરોડ ડોલરની જાહેરાતની આલોચના કરતો જોવા મળ્યો. તેણે અમેરિકા અને રશિયાને ધમકી આપતા કહ્યું કે જેહાદીઓએ તેમના માટે થથરાઈ નાખે તેવી તૈયારી કરી છે. રશિયા અને અમેરિકા આઈએસ વિરુદ્ધના હુમલાઓનું સમર્થન કરે છે. 

આઈએસ ચીફ છેલ્લે જુલાઈ 2014ના રોજ ઈરાકના બીજા મોટા શહેર મોસુલમાં સાર્વજનિક રીતે જોવા મળ્યો હતો. બગદાદીને અનેકવાર મૃત જાહેર કરવામાં આવ્યો પરંતુ એક ઈરાકી ગુપ્તચર એજન્સીના અધિકારીએ મે મહિનામાં જણાવ્યું કે તે હજુ પણ જીવતો છે અને સીરિયામાં જ રહે છે. 

(ઈનપુટ-એએફપીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news