"જ્યારે ટેકનોલોજી અને પરંપરાનો સમન્વય થાય છે, ત્યારે જીવનનો ખ્યાલ આગળ વધે છે"
પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નવેમ્બર 2022ના લક્ષ્યાંકના 5 મહિના પહેલા જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધ છે કે જ્યારે 2013-14માં મિશ્રણ ભાગ્યે જ 1.5% અને 2019-20માં 5% હતું.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ મારફતે વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી - LiFE ઝુંબેશ’નો પ્રારંભ કર્યો હતો. આ શરૂઆત પર્યાવરણ-સભાન જીવનશૈલી અપનાવવા માટે સમગ્ર વિશ્વભરના વ્યક્તિઓ, સમુદાયો અને સંગઠનોને પ્રભાવિત કરવા અને દિશા આપવા શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરે પાસેથી નવીન વિચારો અને સૂચનો આમંત્રિત કરવા 'LiFE ગ્લોબલ કૉલ ફોર પેપર્સ'નો પ્રારંભ કરશે.
સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 'પર્યાવરણ માટે જીવનશૈલી - LiFE ઝુંબેશ'ની વૈશ્વિક પહેલના પ્રારંભ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. તેમણે જણાવ્યું હતું કે આપણે LiFE - પર્યાવરણ માટે જીવનશૈલી ઝુંબેશ શરૂ કરી છે. તેમણે માનવ-કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.
પ્રધાનમંત્રીએ ઉપસ્થિત રહેલા લોકોને જણાવ્યું હતું કે, ગત વર્ષે COP 26 ખાતે તેમના દ્વારા આ વૈશ્વિક પહેલનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. અને તે લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને "પ્રો-પ્લાનેટ પીપલ" કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 1.3 અબજ ભારતીયોના આભારી છે કે તેઓ આપણાં દેશમાં પર્યાવરણ માટે અનેક સારી કામગીરી કરવા માટે સક્ષમ બની શક્યાં છીએ. તેમણે ઉમેર્યુ હતું કે ભારતના વન આવરણમાં વધારો થયો છે અને તેથી સિંહો, વાઘ, ચિત્તા, હાથી અને ગેંડાની વસ્તીઓમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત સ્રોતોમાંથી પ્રસ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતાના 40% સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતા નિર્ધારિત સમયગાળાના 9 વર્ષો પહેલા જ હાંસલ કરી લેવામાં આવી છે.
પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નવેમ્બર 2022ના લક્ષ્યાંકના 5 મહિના પહેલા જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધ છે કે જ્યારે 2013-14માં મિશ્રણ ભાગ્યે જ 1.5% અને 2019-20માં 5% હતું. તેમણે જણાવ્યું હતું કે, અક્ષય ઉર્જા ઉપર સરકાર ખૂબ જ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આગામી સમય નવીન શોધખોળ અને ખુલ્લાપણાનો છે. જ્યારે ટેકનોલોજી અને પરંપરાનો સમન્વય થાય છે ત્યારે જીવનનો ખ્યાલ વધારે આગળ વધે છે.
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓ શૂન્ય-કાર્બન જીવનશૈલીની વાત કરતાં હતા. આપણાં રોજિંદા જીવનની પસંદગીઓમાં તેઓ કહેતા હતા કે ચાલો આપણે વધારે ટકાઉ વિકલ્પો પસંદ કરીએ. તેમણે રિયૂઝ, રિડ્યૂસ અને રિસાઇકલના સિદ્ધાંતોને અનુસરવા લોકોને અપીલ કરી હતી. આપણી પૃથ્વી એક જ છે પરંતુ આપણાં પ્રયત્નો અનેક હોવા જોઇએ - એક પૃથ્વી, અનેક પ્રયત્નો. તેમણે અંતે જણાવ્યું હતું કે, "વધુ સારા પર્યાવરણ અને વૈશ્વિક સુખાકારીને આગળ ધપાવવાના કોઇપણ પ્રયત્નોના સમર્થન માટે ભારત હંમેશા તૈયાર છે. આપણી અગાઉની કામગીરી સ્વયં તે બાબતની પુષ્ટી કરે છે."
આ કાર્યક્રમમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ ચેરમેન બિલ ગેટ્સ, ક્લાઇમેટ ઇકોનોમિસ્ટ લોર્ડ નિકોલસ સ્ટર્ન, નજ થિયરીના લેખક પ્રો. કેસ સનસ્ટેઇન, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટના CEO અને પ્રેસિડન્ટ અનિરૂદ્ધ દાસગુપ્તા, UNEP ના ગ્લોબલ હેડ ઇન્ગર એન્ડરસન, UNDP ના ગ્લોબલ હેડ અચિમ સ્ટેઇનર અને વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ માલપાસ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ હાજર રહ્યાં હતા.
બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનના સહ-ચેરમેન બિલ ગેટ્સે જણાવ્યું હતું કે તેઓ ભારતના નેતૃત્વ અને વધી રહેલા કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નોથી પ્રેરિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, "હું LiFE ઝુંબેશ અને સામૂહિક કામગીરીની સંપૂર્ણ શક્તિ ઊભી કરવાની તેની ક્ષમતાથી ખૂબ જ રોમાંચિત થયો છું. ગ્રીનહાઉસ ગેસને ઘટાડવા આપણે નવીન ટેકનોલોજી અને તમામ લોકોની ભાગીદારીની જરૂર છે. આ નવીન ટેકનોલોજી વ્યાપક પ્રમાણમાં સ્વીકારવામાં આવે તે માટે માત્ર વિશાળ રોકાણોની જ અને ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારીની જ જરૂર પડશે નહીં પરંતુ તેના માટે વ્યક્તિગત પ્રયત્નો પણ જરૂરી છે.
વ્યક્તિગત કાર્યવાહી બજાર સંકેતો મોકલશે જે આ નવીન ટેકનોલોજીમાં રોકાણ કરવા સરકારો અને વ્યવસાયોને પ્રોત્સાહિત કરશે અને આપણને જરૂરી તકોનું સર્જન કરશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "હું પ્રો-ક્લાયમેટ વર્તણૂંકના પ્રોત્સાહન માટે નાગરિક કાર્યવાહીની આ વૈશ્વિક પહેલની આગેવાની લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. આપણે સાથે મળીને હરિત ઉદ્યોગ ક્રાંતિનું નિર્માણ કરી શકીએ છીએ." તેમણે આગળ જણાવ્યું હતું કે, "જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે સામૂહિક વૈશ્વિક કાર્યવાહીની આવશ્યકતા અત્યારે સૌથી વધારે છે અને આપણાં જળવાયુ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે ભારતની ભૂમિકા અને નેતૃત્વ અત્યંત આવશ્યક છે."
નજ થિયરીના લેખક પ્રો. કેસ સનસ્ટેઇને જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન તથા માનવ વર્તણૂંકના સંદર્ભમાં ભારત અને પ્રધાનમંત્રીએ વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આપણામાંથી અનેક લોકો પ્રેરણા અને નવા વિચારો માટે ભારત તરફ નજર દોડાવીએ છીએ. પ્રોફેસરે વર્તણૂંક પરિવર્તનના EAST ફ્રેમવર્ક અંગે વાત કરી હતી. EASTનો અર્થ આસાન, આકર્ષક, સામાજિક અને સમયસરતા છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે આ શબ્દરચના નવો અક્ષર 'F' ઉમેર્યો છે જે તેને FEAST બનાવે છે. Fનો અર્થ ફન થાય છે. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણલક્ષી પ્રવૃતિઓ હંમેશા આનંદદાયી હોય છે અને તાજેતરના સમયમાં ભારતે આ વાત સાબિત કરી છે.
UNEPના ગ્લોબલ હેડ ઇન્ગર એન્ડરસને પણ આ પ્રસંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રધાનમંત્રી દ્વારા LiFE પહેલના પ્રારંભનું સ્વાગત કર્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે, "1 અબજથી વધારે લોકો અને નવીન શોધખોળ અને ઉદ્યમિતાની સમૃદ્ધ પેઢીની ધરતી ભારત વૈશ્વિક પર્યાવરણીય કાર્યવાહીનું કેન્દ્રબિંદુ છે."
UNDPના ગ્લોબલ હેડ એચિમ સ્ટેઇનરે જણાવ્યું હતું કે વિશ્વ મંચ ઉપર નિર્ણયાત્મક જળવાયુ કાર્યવાહી પાછળ ગતિ ઉર્જા તરીકે કામગીરી કરવા ભારત જેવા દેશો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમાં આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આપતા પ્રતિરોધક માળખા માટે ગઠબંધન અને એક સૂર્ય એક પૃથ્વી એક ગ્રીડ જેવી વિશિષ્ટ પહેલો મારફતે તેની કામગીરીનો સમાવેશ થાય છે.
વર્લ્ડ રિસોર્સિસના CEO અને અધ્યક્ષ અનિરૂદ્ધ દાસગુપ્તાએ પણ ખૂબ જ આવશ્યક વૈશ્વિક ઝુંબેશ માટે અને આપણે કેવી રીતે રહીએ છીએ, આપણે કેવી રીતે વપરાશ કરીએ છીએ અને આપણે પૃથ્વીની કેવી રીતે સંભાળ લઇએ છીએ તે અંગે વાર્તાલાપ માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ક્લાઇમેટ ઇકોનોમિસ્ટ લોર્ડ નિકોલસ સ્ટર્ને વિકાસની નવી પ્રેરણાત્મક ખ્યાલ પૂરો પાડવા બદલ ગ્લાસગો ખાતે COP 26 ખાતે પ્રધાનમંત્રીના સિમાચિહ્નરૂપ વ્યક્તવ્યને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 'સમુદાયોના જીવન ધોરણને સુધારવું અને આપણી ભવિષ્યની પેઢીના ભવિષ્યને બચાવવું બન્ને 21મી સદીની વિકાસ ગાથા બની રહેશે.'
વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ માલપાસે ભારતીય નૈતિકતાના કેન્દ્રબિંદુમાં પર્યાવરણ ઉપર ભારતીય સાહિત્યના શબ્દોને યાદ કર્યા હતા. તેમણે 2019માં ગુજરાતમાં નાગરિક સેવા નિર્માણ ઉપર પ્રધાનમંત્રી સાથે કામગીરી કરતી વખતે ત્વરિતતા જોઇને આ વાત યાદ કરી હતી. તેમણે નાણાકીય સમાવેશન અને પહેલના સ્થાનિક ઉત્તેજન માટે પોષણ, આશા અને સ્વચ્છ ભારત જેવી ભારતની સ્થાનિક પહેલોની પણ પ્રશંસા કરી હતી.
LiFEનો ખ્યાલ પ્રધાનમંત્રી દ્વારા ગત વર્ષે ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્રો જળવાયુ પરિવર્તન પક્ષકારોની 26મી પરિષદ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણ-સભાન જીવન શૈલીને ઉત્તેજન આપે છે જે 'વિચારહિન અને વિનાશાત્મક વપરાશ'ના બદલે 'સભાન અને ઇરાદાપૂર્ણ ઉપયોગિતા' ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે