શૂન્ય અનુભવ ધરાવતા આદિત્યને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનાવવો અમારું અપમાનઃ રામદાસ અઠવાલે

અઠવાલેએ કહ્યું કે, શિવસેનાએ થોડું વિચારવું જોઈએ કે ભાજપ પાસે વધુ ધારાસભ્યો છે. કેટલાક પોર્ટફોલિયો પોતાની પાસે રાખવાનો તેમને અધિકાર છે. ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવા અંગે વિચારી શકે છે.  

Updated By: Nov 2, 2019, 05:58 PM IST
શૂન્ય અનુભવ ધરાવતા આદિત્યને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનાવવો અમારું અપમાનઃ રામદાસ અઠવાલે

નવી દિલ્હીઃ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(RPI)ના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલેએ શનિવારે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો જ હશે. જો શૂન્ય અનુભવ ધરાવતા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે મુખ્યમંત્રી બને છે તો તે અમારું અપમાન કહેવાશે. 

અઠવાલેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને અગાઉ પણ સહમતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમની પાર્ટી સત્તાધારી એનડીએ ગઠબંધનમાં ભાગીદાર છે. 

અઠવાલેએ વધુમાં જણાવ્યું કે, "મહાયુતી (ભાજપ-શિવસેના ગઠબંધન)ને મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતિ મળી છે. દેવેન્દ્ર ફડણવીસને ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમે મુખ્યમંત્રી તરીકે તેમના નામને ટેકો આપવાનું નક્કી કર્યું છે અને અમારા માટે તો તે જ મુખ્ય ઉમેદવાર છે. અમે એક એવો મુખ્યમંત્રી ઈચ્છીએ છીએ, જે સળંગ પાંચ વર્ષ સુધી સત્તા સંભાળે."

મહારાષ્ટ્રઃ શિવસેના 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ છોડી શકે છે- સંજય રાઉત

અઠવાલેએ કહ્યું કે, "શિવસેનાએ થોડું વિચારવું જોઈએ કે ભાજપ પાસે વધુ ધારાસભ્યો છે. કેટલાક પોર્ટફોલિયો પોતાની પાસે રાખવાનો તેમને અધિકાર છે. ભાજપ શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવા અંગે વિચારી શકે છે. ફડણવીસે પણ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આગામી 5 વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે. તો પછી શિવસેના શા માટે સમાધાનકારી વલણ અપનાવતી નથી."

BJP- શિવસેના વચ્ચે મધ્યસ્થી દ્વારા વાટાઘાટો, એક-બીજા સમક્ષ મુક્યા નવા પ્રસ્તાવઃ સૂત્ર

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું પરિણામ આવી ગયા પછી હજું અહીં સરકારની રચના થઈ નથી. શિવસેના 50-50 ફોર્મ્યુલા સ્વીકારવા અને આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ બનાવી રહી છે. જોકે, ભાજપે સ્પષ્ટ જણાવી દીધું છે કે, દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી રહેશે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....