મહિલા ઓશીકા નીચે મોબાઈલ ફોન રાખીને સૂઈ ગઈ અને પછી જે થયું....અત્યંત ચોંકાવનારો કિસ્સો

જે લોકોને મોબાઈલ ફોન ઓશીકા નીચે રાખવાની આદત હોય તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આ આદત આજે જ છોડી  દેજો નહીં તો ખરાબ પરિણામ આવી શકે છે. 

મહિલા ઓશીકા નીચે મોબાઈલ ફોન રાખીને સૂઈ ગઈ અને પછી જે થયું....અત્યંત ચોંકાવનારો કિસ્સો

Redmi 6A Blast: સૂતી વખતે ઓશીકા નીચે મોબાઈલ રાખવો એક મહિલાને ભારે પડી ગયો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૂતી વખતે સ્માર્ટફોનમાં ધડાકો થયો અને તેના કારણે મહિલાનું મોત થયું. અનેક લોકો મોબાઈલને તકીયા નીચે રાખતા હોય છે. ત્યારબાદ કંપનીએ હવે આ ઘટનાની તપાસ કરવાની વાત કરી છે. 

સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરાયો આ દાવો
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં એક મહિલા બેડ પર લોહીથી લથપથ જોવા મળી રહી છે. ટ્વિટર પર યૂઝરે લખ્યું છે કે ગઈ કાલે મારા આન્ટીનું મોત નિપજ્યું. તેઓ રેડમી 6એ મોબાઈલ યૂઝ કરતા હતા. સૂતી વખતે સ્માર્ટફોન તકિયાની નજીક રાખ્યો હતો. થોડીવાર બાદ તેમના ફોનમાં વિસ્ફોટ થયો. આ અમારા માટે એક ખરાબ અનુભવ છે. અમને સપોર્ટ કરવો એ બ્રાન્ડની જવાબદારી છે. 

કેટલાક લોકોનું કહેવું છે કે સ્માર્ટફોનથી નીકળતા રેડિએશનથી લોકોની હેલ્થને નુકસાન પહોંચે છે. અત્રે જણાવવાનું કે એ વાત એક માન્યતા છે કે તકિયા નીચે મોબાઈલ રાખવાથી મગજમાં સેલ્યૂલર લેવલ ઓછું થઈ જાય છે. મોબાઈલમાં વિસ્ફોટ થવા પાછળ શું કારણ હોઈ શકે?

અનેકવાર એવી ખબર સાંભળવા મળે છે કે મોબાઈલમાં વિસ્ફોટ થયો. આખરે આ ફોન વિસ્ફોટ કેમ થાય છે. અનેકવાર લોકો ફોનને આખી રાત ચાર્જમાં મૂકી દે છે જેથી બેટરી ગરમ થઈ જાય છે. આ ઉપરાંત જો તમે ફોનને તકિયા નીચે રાખીને ચાર્જિંગમાં રાખો છો તો તે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે તકિયાના કારણે મોબાઈલ વધુ ગરમ થઈ જાય છે. 

અત્રે જણાવવાનું કે સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે ચાર્જર અને ફોન ગરમ થઈ જાય છે. જેના કારણે આગ લાગી શકે છે કે પછી અચાનકથી વિસ્ફોટ પણ થઈ શકે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે ઓરિજનલ ચાર્જરની જગ્યાએ ડુપ્લિકેટ ચાર્જરથી ફોન ચાર્જ કરો છો તો તે તમારા માટે જોખમી બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news