આ વીડિયો જોઈ તમારો જીવ અદ્ધર થઈ જશે, વિદ્યાર્થીઓથી ભરેલી વાનને કારે મારી જોરદાર ટક્કર

Accident Shocking CCTV : કારે કેવી રીતે 10 ફૂટ સુધી સ્કૂલ વાનને ઢસડી તેનો વીડિયો જોઈને તમારા શ્વાસ અદ્ધર થઈ જશે 

આ વીડિયો જોઈ તમારો જીવ અદ્ધર થઈ જશે, વિદ્યાર્થીઓથી ભરેલી વાનને કારે મારી જોરદાર ટક્કર

ચેતન પટેલ/સુરત :સુરતમાં ચોંકાવનારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અલથાણ વિસ્તારમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ વાને એક કાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વાનમાં સવાર તમામ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. કારે કેવી રીતે 10 ફૂટ સુધી સ્કૂલ વાનને ઢસડી તેનો વીડિયો જોઈને તમારા શ્વાસ અદ્ધર થઈ જશે. 

સુરતના અલથાણ વિસ્તારના ચાઈના ગેટ પાસે આ અકસ્માત બન્યો હતો. સવારે પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલ આવેલી છે. સવારે વિદ્યાર્થીઓ વાનમાં શાળાએ જઈ રહ્યા હતા ત્યારે એક કારે વાનને ટક્કર મારી હતી. કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે, સ્કૂલ વાન 10 ફૂટ સુધી ઢસડાઈ હતી.

આ પણ વાંચો : આ તે કેવી ભક્તિ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ, Video 

કાર સ્કૂલ વાન સાથે અથડાઈ ત્યારે વાનમાં 9 વિદ્યાર્થીઓ સવાર હતી. જેમાં તમામ ભુલકાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તો એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 

સ્કૂલ વાનના અકસ્માથી વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા, અને તાત્કાલિક હોસ્પિટલમાં દોડ્યા હતા. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી કેવી રીતે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. કારચાલકની ગંભીર બેદરકારી સામે દેખાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news