કોંગ્રેસનો આરોપ-ફેસબુક પર BJPનો કંટ્રોલ, રવિશંકર પ્રસાદનો વળતો જવાબ ' ડેટાને હથિયાર બનાવતા રંગે હાથ...'

વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ફેસબુક દ્વારા ભારતમાં સત્તાધારી પક્ષના નેતાઓ પર હેટ સ્પિચ સંબંધી નિયમોને લાગુ કરવામાં બેદરકારીના દાવા થયા બાદ રવિવારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયાં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રિપોર્ટને લઈને ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફેસબુક તથા વોટ્સએપનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો. જેના પર પલટવાર કરતા ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ કહે છે કે સમગ્ર દુનિયા ભાજપ, આરએસએસથી નિયંત્રિત છે. ચૂંટણી પહેલા ડેટાને હથિયાર બનાવતા રંગે હાથે પકડાયા હતાં. કેમ્બ્રિજ એનાલિટિકા, ફેસબુક સાથેની સાંઠગાંઠ પકડાઈ હતી. ત્યારે આવા લોકો આજે બેશરમીથી સવાલ ઊભા કરી રહ્યાં છે. 

કોંગ્રેસનો આરોપ-ફેસબુક પર BJPનો કંટ્રોલ, રવિશંકર પ્રસાદનો વળતો જવાબ ' ડેટાને હથિયાર બનાવતા રંગે હાથ...'

નવી દિલ્હી: વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ફેસબુક દ્વારા ભારતમાં સત્તાધારી પક્ષના નેતાઓ પર હેટ સ્પિચ સંબંધી નિયમોને લાગુ કરવામાં બેદરકારીના દાવા થયા બાદ રવિવારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયાં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રિપોર્ટને લઈને ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફેસબુક તથા વોટ્સએપનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો. જેના પર પલટવાર કરતા ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે તેઓ કહે છે કે સમગ્ર દુનિયા ભાજપ, આરએસએસથી નિયંત્રિત છે. ચૂંટણી પહેલા ડેટાને હથિયાર બનાવતા રંગે હાથે પકડાયા હતાં. કેમ્બ્રિજ એનાલિટિકા, ફેસબુક સાથેની સાંઠગાંઠ પકડાઈ હતી. ત્યારે આવા લોકો આજે બેશરમીથી સવાલ ઊભા કરી રહ્યાં છે. 

You were caught red-handed in alliance with Cambridge Analytica & Facebook to weaponise data before the elections & now have the gall to question us? https://t.co/NloUF2WZVY

— Ravi Shankar Prasad (@rsprasad) August 16, 2020

પ્રસાદે આગળ એમ પણ કહ્યું કે સત્ય એ છે કે આજે સૂચના અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ હવે તમારા પરિવાર દ્વારા નિયંત્રિત નથી થઈ રહ્યું એટલે તમને દુ:ખ થાય છે. તમે તો બેંગ્લુરુ હિંસાની પણ ટીકા નથી કરી. તમારી હિંમત ક્યા જતી રહી. 

Btw, haven’t yet heard your condemnation of the Bangalore riots. Where did your courage disappear?

— Ravi Shankar Prasad (@rsprasad) August 16, 2020

અત્રે જણવવાનું કે આ સમગ્ર વિવાદનું મૂળ અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટથી શરૂ થયો. જેમાં કહેવાયું કે ભાજપના નેતા ટી.રાજાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે રોહિંગ્યા મુસલમાનોને ગોળી મારી દેવી જોઈએ. મુસ્લિમોને દેશદ્રોહી ગણાવ્યાં હતાં અને મસ્જિદ પણ તોડવાની ધમકી આપી હતી. જેનો વિરોધ ફેસબુક કર્મચારીએ કર્યો હતો અને તેને કંપનીના નિયમો વિરુદ્ધ માન્યું હતું. જો કે કંપનીએ તેના પર કોઈ કાર્યવાહી કરી નહીં એવું કહેવું છે. 

રાહુલ ગાંધીએ રિપોર્ટની એક તસવીર  શેર કરીને ટ્વિટ કરી જેમાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે "ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપને નિયંત્રણ કરે છે. તેઓ આ માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવે છે અને મતદારોને લલચાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આખરે અમેરિકી મીડિયાએ ફેસબુક અંગે સત્ય સામે લાવી દીધુ છે."

They spread fake news and hatred through it and use it to influence the electorate.

Finally, the American media has come out with the truth about Facebook. pic.twitter.com/Y29uCQjSRP

— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020

રાહુલ ગાંધીના આ વિવેદન પર ભાજપ તરફથી રવિશંકર પ્રસાદે જડબાતોડ જવાબ આપ્યો. તેમણે જે કેમ્બ્રિજ એનાલિટિકાનો ઉલ્લેખ કર્યો તે 2018માં કોંગ્રેસ પર લાગેલા આરોપ સંબંધિત છે. આરોપ હતાં કે બ્રિટિશ કંપનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસને ફેસબુકની અનેક પોસ્ટનું વિશ્લેષણ કરવાની રજૂઆત કરી હતી. કોંગ્રેસે આ આરોપ ફગાવ્યાં હતાં. 

પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે એક પોસ્ટ શેર કરીને કહ્યું કે ભાજપના નેતા ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપે ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી જેથી કરીને સોશિયલ મીડિયા પર નિયંત્રણ રહે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news