#YogiOnZee: દિલ્હી ચૂંટણી પર સૌથી મોટો ઇન્ટરવ્યૂ, શાહીન બાગ પર 'યોગી સ્ટ્રાઇક'
સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણી (Delhi Assembly Election 2020)માં ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતારવાની સાથે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ધ્રુવીકરણ માટે દિલ્હીમાં સીએમ યોગી આદિત્યનાથને ઉતારવામાં આવ્યા છે? શું દિલ્હીમાં ચૂંટણી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચની જેમ છે? શાહીન બાગ ભાજપ માટે કેટલો મોટો પડકાર છે? સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે. આ રહ્યાં સુધીર ચૌધરીના સવાલ અને યોગી આદિત્યનાથના જવાબ.
સવાલઃ ધ્રુવીકરણ માટે દિલ્હીમાં યોગી જી?
જવાબઃ ભાજપના સંકલ્પોની સાથે જનતાની વચ્ચે છું. પાર્ટીના કાર્યકર્તાની જેમ જનતાની વચ્ચે જઈ રહ્યો છું. કેજરીવાલ સરકારે 5 વર્ષોમાં વચનો પૂરા કર્યાં નથી. લોકપાલની રચના આજ સુધી થઈ નથી. કેજરીવાલ સરકારના મોટા ભાગના મંત્રી ભ્રષ્ટાચારી છે. શાળાઓ ખુલી નથી, મોહલ્લામાં મધુશાળાઓ ખુલી છે. દિલ્હીના લોકોને ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની કોઈ યોજનાને દિલ્હીમાં લાગૂ થવા દીધી નથી. અરવિંદ કેજરીવાલ બિન જવાબદાર, બિન-વિશ્વાસપાત્ર સરકારના મુખિયા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રની રાજધાનીમાં સુશાસનની સરકાર હોવી જોઈએ.
સવાલઃ 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણી કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ?
જવાબઃ ભાજપ લોકતંત્રમાં હિંસાનું વિરોધી રહ્યું છે. લોકતંત્રમાં નિર્ણય બેલેટથી થાય, બુલેટથી નહીં. આમ આદમી પાર્ટી (આપ) ગમે તે કરાવી શકે છે. જેએનયૂ અને જામિયામાં ભારત વિરોધી નારા લગાવે છે. આપ ભારત વિરોધી નારા લગાવવારની સાથે ઉભે છે. કેજરીવાલ સરકારમાં દેશદ્રોહી પર કેસ ચલાવવાની મંજૂરી નથી. કેજરીવાલે પુલવામાની ઘટનામાં સેનાના પરાક્રમ પર સવાલ ઉભા કર્યાં હતા. કલમ 370 હટવાની પીડા ઇમરાન, રાહુલ ગાંધી અને કેજરીવાલને થાય છે. વિરોધીઓ માટે દેશથી મોટો પક્ષ છે. ગમે તે રીતે સત્તામાં રહેવાનો ઈરાદો છે. સહાનુભૂતિ માટે વિરોધીએ કોઈપણ હદ સુધી જઈ શકે છે.
સવાલ- ગોળીઓ ચલાવવાની પાછળ આપના લોકો છે?
જવાબ- તપાસનો વિષય છે, ષડયંત્ર પણ હોઈ શકે છે. ભાજપ લોકતંત્રના મૂલ્યો પર વિશ્વાસ કરે છે. હિંસાની ઘટનાની ભાજપ નિંદા કરે છે.
સવાલ- ઘટનાઓથી કોને ફાયદો થઈ શકે છે?
જવાબ- સવાલ ફાયદો કે નુકસાનનો નથી. ઘટના લોકતંત્ર વિરોધી રચિત્રને ઉજાગર કરે છે.
સવાલ- દિલ્હીમાં સૌથી વધુ ઝેરીલો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે?
જવાબ- જેના કામથી યમુનામાં ઝેર આવી ગયું છે, ઝેર તો ચૂંટણીમાં જરૂર જોવા મળશે. ઝેર મારવા માટે ક્યારેક-ક્યારેક ઝેર આપવું પડે છે. સવાલ છે કે યમુનાને ઝેરીલી કોણે કરી? નમામિ ગંગે યોજનાને કારણે કુંભનું સફળ આયોજન થયું. કેજરીવાલને મારો પડકાર છે કે દિલ્હીની યમુનામાં ડુબકી લગાવે.
સવાલ- શાહીન બાગ તમારા માટે કેટલો પડકાર?
જવાબ- તમે સત્ય દેખાડ્યું છે, તેથી ગો બેકના નારા લાગ્યા. જે લોકોની આંખમાં પાટ્ટા છે તે સત્ય જાણતા નથી. શાહીન બાગમાં બેઠેલા લોકોને તે ખ્યાલ નથી કે CAA શું છે. NPR અને NRC શું છે, તે લોકોને નથી ખ્યાલ? પીએમ મોદી કહી ચુક્યા છે કે CAA નો NPR અને NRC સાથે કોઈ સંબંધ નથી. એનઆરસી આસામની અંદર સુપ્રીમ કોર્ટના આદેશથી લાગૂ થયું. સીએએ નાગરિકતા આપવાનો કાયદો છે લેવાનો નહીં. અમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભાવનાઓને આગળ વધારી રહ્યાં છીએ. નાગરિકતા સંશોધન કાયદો તો બહાનું છે નિશાન કંઇક અલગ છે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધથી દેશમાં ફતવાની રાજનીતિ પૂરી. જમ્મૂ કાશ્મીરમાંથી 370 કેમ હટી. 370 હટશે તો લાહી વહેશે, તેમ થયું નહીં. રામ જન્મભૂમિ વિવાદનું પણ સમાધાન થઈ ગયું. ભારતના લોકતંત્ર, ન્યાયપાલિકાની શત્તિનો વિશ્વને અનુભવ છે. દેશની અંદર એવા લોકો છે, જેને તે સારૂ લાગતું નથી. બ્લેકમેલિંગ મુદ્દાનું સમાધાન થા વિરોધી બેરોજગાર થઈ ગયા છે. સીએએ દ્વારા શાહીન બાગને આધાર બનાવવામાં આવ્યું છે. શાહીન બાગના પ્રદર્શનથી દિલ્હી, નોઇડાના લોકો પરેશાન છે.
સવાલ- પોલીસ કેન્દ્રની પાસે છે તો શાહીન બાગ અત્યાર સુધી ખાલી કેમ ન થયું?
જવાબ- મહિલા અને બાળકો પર બળ પ્રયોગ કરવા ઈચ્છતા નથી. શાહીન બાગમાં આંદોલન નેતૃત્વ ભ્રામક અને અસામાજિક છે. લોકતાંત્રિક રીતે સમાધાન ઈચ્છો છો. કાયદા પ્રધાને કહ્યું કે, લોકો આવીને વાત કરે. રસ્તા રોકીને બેસવું અલોકતાંત્રિક છે. સીએએ કોઈ ભારતીય નાગરિકની વિરુદ્ધ નથી.
સવાલઃ ભાજપ પર શાહીન બાગ પ્રદર્શનનો પોતા માટે ઉપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે?
જવાબઃ ભાજપને શાહીન બાગને લઈને સહાનુભૂતિ નથી. ભાજપનો મુદ્દો રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસન છે. જનતાને શાહીન બાગના સત્યનો ખ્યાલ હોવો જોઈએ. કોંગ્રેસના નેતા જાય છે, આપના નેતા શાહીન બાગને સમર્થન આપે છે. શાહીન બાગ દ્વારા ભારતની છબીને નુકસાન પહોંચે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે