કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે આ દેશે મોકલ્યો ભાવુક સંદેશ, કહ્યું- 'આ સંઘર્ષમાં અમે તમારી સાથે'

ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. હાલાત બેકાબૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કોવિડ-19 સંક્રમણના પ્રકોપને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે. 

કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે આ દેશે મોકલ્યો ભાવુક સંદેશ, કહ્યું- 'આ સંઘર્ષમાં અમે તમારી સાથે'

પેરિસ: ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. હાલાત બેકાબૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કોવિડ-19 સંક્રમણના પ્રકોપને પહોંચી વળવા માટે ભારતની મદદ કરવાની રજુઆત કરી છે. 

કોરોના વિરુદ્ધ જંગમાં ફ્રાન્સ ભારતની પડખે- ઈમેન્યુઅલ મેક્રોન
ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે 'હું કોવિડ-19ના ફરીથી વધતા કેસનો  સામનો કરી રહેલા ભારતીયોને એકજૂથતાનો સંદેશ આપવા માંગુ છું. આ સંઘર્ષમાં ફ્રાન્સ તમારી સાથે છે. આ મહામારીએ કોઈને છોડ્યા નથી. અમે તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ.'

— ANI (@ANI) April 23, 2021

ભારતથી ફ્રાન્સ જનારાએ 10 દિવસ થવું પડશે ક્વોરન્ટિન
અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા ફ્રાન્સે ભારતથી આવતા મુસાફરોને 10 દિવસ સુધી ક્વોરન્ટિન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બ્રિટન, પાકિસ્તાન અને કેનેડાએ ભારતને રેડ લિસ્ટમાં નાખ્યા છે અને ભારતથી આવતી ફ્લાઈ્ટસ પર રોક લગાવી છે. 

છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,32,730 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,62,63,695 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,36,48,159 દર્દીઓ સાજા થયા છે જ્યારે 24,28,616 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2263 લોકોનો ભોગ લીધો. કુલ મૃત્યુઆંક 1,86,920 પર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે એક જ દિવસમાં 1,93,279 લોકો રિકવર પણ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 13,54,78,420 લોકોને રસી આપવામાં આવી છે. 

આ બે દેશોએ લગાવ્યો ટ્રાવેલ બેન, મુસાફરો પરેશાન
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ભારતમાં કોરોનાના વધતા સંક્રમણની ખરાબ સ્થિતિને જોતા ટ્રાવેલ બેન લગાવ્યો છે. આ નિર્ણયના કારણે ત્યાં જવાની તૈયારી કરી રહેલા લોકો ખુબ પરેશાન છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ રવિવારથી દસ દિવસ માટે ભારતથી મુસાફરી પર પ્રતિબંધ રહેશે. આ બેન શનિવાર રાત 11.59 મિનિટથી એટલે કે 24 એપ્રિલની રાત 12 વાગ્યાથી શરૂ થઈને દસ દિવસ સુધી રહેશે. દસ દિવસ બાદ સ્થિતની સમીક્ષા કરીને આગળ નિર્ણય લેવાશે. યુએઈના નાગરિકો, રાજનયિક પાસપોર્ટધારક અને સરકારી પ્રતિનિધિ મંડળને આ શરતોમાં છૂટ અપાઈ છે. 

આ બાજુ કેનેડાએ પણ ભારત અને પાકિસ્તાનના મુસાફરો પર ક્ષેત્રમાં કોરોનાના વધતાકેસના કારણે 30 દિવસનો ટ્રાવેલ બેન લગાવ્યો છે. કોરોનાના કારણે ગત અઠવાડિયે બ્રિટને પણ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં નાખ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news