સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં જોડાવાની સારી તક

Recruitment in Rajkot District Health Department: સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારી તક, ફાર્માસિસ્ટ સહિત અન્ય પદ માટે ભરતી કરવામાં આવશે.

સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર, રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાં જોડાવાની સારી તક

ઝી બ્યૂરો, અમદાવાદઃ સરકારી નોકરી શોધતા યુવાનો માટે સારી તક, ફાર્માસિસ્ટ સહિત અન્ય પદ માટે ભરતી કરવામાં આવશે. રાજકોટ ના  જિલ્લા આરોગ્ય વિભાગમાં કુલ 40 પદ માટે ભરતી કરવામાં આવી છે. જેમાં ફાર્માસિસ્ટ, લેબ. ટેકનિશિયન, સ્ટાફ નર્સ, મહિલા હેલ્થ વર્કર ના પદ માટે ભરતી. કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવ્યાં. જેમાં કરફ્યુ, લોકડાઉન જેવા આકરાં નિયંત્રણ પણ લાગુ કરાયા.

આ રીતે કરી શકાશે અરજી:
આ પદ માટે અરજી કરવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની સાઈટ પરથી ફોર્મ ભરવાનું રહેશે. આ પદ માટે અરજી કર્યા બાદ તારીખ 03-09-2021 અને તારીખ 04-09-2021 માં ઉમેદવારનું ઇન્ટરવ્યૂ કરવામાં આવશે.

લાયકાત:
ફાર્માસીસ્ટ ના પદ  માટેની કુલ 16 જગ્યાઓ પર  સરકાર માન્ય યુનિ.ની ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ. તથા કોમ્પ્યુટર ના  જાણકાર અને અનુભવને અગ્રતા આપવામાં આવશે.

લેબ  ટેકનિશિયન ના પદ માટે કેમેસ્ટ્રી અને માઈક્રો બાયોલોજી માં મુખ્ય વિષય સાથે BSC ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. અથવા માઈક્રોબાયોલોજી સાથે MSC થયેલ હોવા જોઈએ. સાથે જ અન્ય  પદ માટેની માહિતી તે સાઈટ પરથી મળી જશે.
 
પગાર ધોરણ:
ફાર્માસીસ્ટ માટે 13 હજાર , લેબ  ટેકનિશિયન ના પદ માટે પણ 13 હજાર, સ્ટાફ નર્સ ના પદ માટે 13 હજાર અને મહિલા હેલ્થ વર્કરના પદ માટે 12,500 આપવામાં આવશે.

નોંધ:
આ પદ માટે જગ્યા ઓ  11 માસના કરારના ધોરણે ભરવા માટે તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news